આ સપ્તાહ થઇ છે આ વેબ સિરિઝો લોન્ચ, જોઈને આવી જશે તમને મજા. આ સપ્તાહ આ પાંચ વેબ સિરીઝ મેક્સ પ્લેયર પર ધૂમ મચાવનારી છે.
ટુ હોટ ટૂ હેન્ડલ સીઝન ૨ સિરીઝ આ અઠવાડિયે ૨૩ જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જે બાદ હવે તેની બીજી સીઝનની પણ જોરદાર એન્ટ્રી થવા જઈ રહી છે.
જૂન ગુડ ઓન પેપર એ અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેનું દિગ્દર્શન કિમ્મી ગેટવુડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૩ જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની છે. આ એક ટૂંકી વાર્તા છે જેમાં એક સ્ટેન્ડ-અપ કોમિકના પ્રેમની વાત છે.
ગ્રહણ એક વેબ સિરીઝ છે જે આ અઠવાડિયે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે. આ એક એકશન ક્રાઇમ થ્રિલર સિરીઝ છે. આ સિરીઝને બોકારોમાં થયેલા શીખ વિરોધી રમખાણો પર બનાવવામાં આવી છે.
રજનીગંધા એક શાનદાર ફિલ્મ છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જયાં આ ફિલ્મમાં રાજેશ શર્મા, વિભા આનંદ, તરનજીત કૌર, અશોક પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ તમામ ફિલ્મ આ સપ્તાહમાં MX Player પર રિલીઝ થઇ છે.