November 17, 2025
મનોરંજન

સલાર-ભાગ ૧ સીઝફાયર’એ દુનિયાભરમાં ૫૦૦ કરોડની કમાણી કરી

સુપરસ્‍ટાર પ્રભાસ અભિનીત ફિલ્‍મ ‘સલાર-ભાગ ૧ સીઝફાયર’એ દુનિયાભરમાં ૫૦૦ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્‍મે પ્રથમ દિવસે જ રેકોર્ડ બનાવી ૧૭૮.૭ કરોડની કમાણી કરી બધાને ચોંકાવી દીધા હતાં. છ દિવસમાં જ હવે વિશ્વવ્‍યાપી બોક્‍સ ઓફિસ પર આ ફિલ્‍મ ૫૦૦ કરોડ કમાઇ ચુકી છે અને હજુ પણ પ્રદર્શન શાનદાર છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશીત આ ફિલ્‍મમાં પેન ઇન્‍ડીયા સુપરસ્‍ટાર પ્રભાસની સાથે શ્રુતિ હાસન, પળથ્‍વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ છે. આ ફિલ્‍મનું નિર્માણ વિજય કિરાગંદુર દ્વારા કરવામાં આવ્‍યું છે.

સલારની આ કમાણી જોતાં તેણે કેજીએફ ચેપ્‍ટર-૧, પુષ્‍પા-૧ અને બાહુબલી-૧ને પણ કમાણીની દ્રષ્‍ટીએ પાછળ રાખી દીધી છે. હોમ્‍બલે ફિલ્‍મ્‍સ તરફથી આ ફિલ્‍મ હિન્‍દી, તમિલ, તેલુગુ, કન્‍નડ, મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઇ છે. બધી ભાષાઓમાં આ ફિલ્‍મને સિનેમાઘરોમાં સારા દર્શકો મળ્‍યા છે. હોમ્‍બલે સતત ચોથી બ્‍લોકબસ્‍ટર આપી છે. જેમાં અગાઉ કેજીએફ-૧-૨, કાંતારા અને હવે સલારનો સમાવેશ થાય છે.

Related posts

એક્શન-થ્રિલર ફિલ્મ ‘ડોન 3’માં કામ કરશે કિયારા

Ahmedabad Samay

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

અજય દેવગનની “ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા” ૧૩ તારીખે થશે રિલીઝ

Ahmedabad Samay

અજય દેવગણ અભિનીત ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’નું ગીત ‘નચડી’ થયું રિલીઝ

Ahmedabad Samay

Actor Paintal: ક્યારેક પોતાની જાતને નકામી માનતા, પછી આ બે શબ્દોએ પ્રખ્યાત હાસ્ય કલાકાર-અભિનેતાનું જીવન બદલી નાખ્યું!

Ahmedabad Samay

ભારતમાંથી ૩ ફિલ્‍મોને 95th ઓસ્કાર ઍકેડેમી એવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો