September 24, 2026
ગુજરાત

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

કરોડો લોકો રોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. દેશમાં રોજ હજારો ટ્રેન ચાલે છે. હાલ દેશમાં સૌથી ફાસ્ટ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ છે, જે રેલવે દ્વારા વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. ત્યારથી દેશમાં 100થી વધુ વંદે ભારત એક્સપ્રેસ ચાલી રહી છે. આજથી દેશમાં પ્રથમ વંદે ભારત મેટ્રોની શરૂઆત થવા જઈ રહી છે. આગામી સમયમાં વંદે ભારત સ્લીપરની શરૂઆત પણ થશે. ત્યારે જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે.

વંદે ભારત એક્સપ્રેસનું ભાડું

ભારતમાં વિવિધ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચાલે છે.આ ચેર કારનું ભાડું ટ્રેનના કોચ અને મુસાફરીના રૂટ પર આધાર રાખે છે.ઉદાહરણ તરીકે, કોટાથી ઉદયપુર જતી વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 745 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 1465 રૂપિયા છે.જ્યારે બાજી બાજુ, કોટાથી આગ્રા જતી વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું 830 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 1635 રૂપિયા છે.

વંદે ભારત મેટ્રોનું ભાડું

આજથી દેશમાં પ્રથમ વંદે ભારત મેટ્રોની શરૂઆત થઈ રહી છે. આ મેટ્રો ટ્રેન ભુજથી અમદાવાદ સુધી દોડશે.વંદે ભારત મેટ્રો ન્યનત્તમ ભાડું 30 રૂપિયા (GST સામેલ) છે.વંદે ભારત મેટ્રોની સિઝન ટિકિટ પણ મળશે. જેમાં વીકલી ટિકિટના 7 રૂપિયા, 15 દિવસની ટિકિટના 15 રૂપિયા અને મંથલી ટિકિટના 20 રૂપિયા છે.

વંદે ભારત સ્લીપરનું ભાડું

દેશમાં ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની શરૂઆત થવાની છે.વંદે ભારત સ્લીપર ટ્રેન સંપૂર્ણ એસી ટ્રેન હશે.આ ટ્રેનમાં થ્રી ટાયર, ટુ ટાયર અને ફર્સ્ટ ક્લાસ એસી કોચ હશે.આમાં ફર્સ્ટ ક્લાસનું ભાડું રૂ. 3000 થી રૂ. 3500 સુધીનું હશે.સેકન્ડ એસીનું ભાડું રૂ. 2000 થી રૂ. 2500 સુધીનું હશે.થર્ડ એસીનું ભાડું રૂ. 1500 થી રૂ. 2000 સુધીનું હશે.

Related posts

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અકોટા UPSC પશ્ચિમ ઝોન ખાતે HPV રસીકરણ કેમ્પ યોજાયો

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો