ઉત્તર ભારત વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી, સરસપુર – રખિયાલ વોર્ડ નાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા શરૂ કરવા મા આવેલ સંત કબીર હોસ્પિટલ ( કોવિડ કેર સેન્ટર) માં કોરોના વોરિયર્સ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ કોરોના સામે ની જંગ જીતી જતાં કોરોના વોરિયર્સ નું શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા ફૂલહાર કરી અને પુષ્પ વર્ષા કરી
કોરોના વોરિયર્સ નું જીવન સ્વસ્થ અને નીરોગી રહે તેવા આર્શીવાદ સાથે તેમને સંત કબીર હોસ્પિટલ માં થી રજા આપવા મા આવી. અને વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ દરેક કોરોના વોરિયર્સ ને અને કોરોના ની સારવાર કરતા ડોક્ટર્સ ને તમામ મેડિકલ સ્ટાફ ને સેવાભાવી કાર્યકર્તાઓને સ્વસ્થ અને નીરોગી રાખે એજ પ્રાર્થના છે.