September 5, 2026
ગુજરાતરમતગમત

ભારતમાં પ્રથમ વખત આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ

ભારતમાં પ્રથમ વખત આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો છે. તા. ૫ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન આયોજિત આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અર્જુન મુંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
​રમતગમત ક્ષેત્રે ગુજરાતની વૈશ્વિક ઉડાન: અમિતભાઈ શાહ
ઉદ્ઘાટન સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ભારત વિશ્વનું મોટું સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. ગુજરાત હવે માત્ર રમતગમતની સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ તાલીમ, આધુનિક સુવિધાઓ અને સાધનોના ઉત્પાદન માટે વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ અને સ્પોર્ટ્સ ઇન્જરીના મેડિકલ સાયન્સ ક્ષેત્રે પણ ગુજરાત વિશ્વભરના ખેલાડીઓ માટે પ્રમુખ કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
​તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ના ઓલિમ્પિક્સના આયોજન માટે પ્રબળ દાવેદાર છે. ચાલુ વર્ષે જ અમદાવાદ ૧૦થી વધુ આંતરરાષ્ટ્રીય રમતોનું યજમાન બની રહ્યું છે.
​ખેલાડીઓને પ્રોત્સાહન અને પુરસ્કાર
કાર્યક્રમ દરમિયાન વર્લ્ડ આર્ચરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુઆન કાર્લોસ હોલ્ગાડોના હસ્તે વિશ્વવિખ્યાત પેરા આર્ચર શીતલ દેવીને ‘પેરા આર્ચર ઓફ ધ યર’નો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત તરફથી ૨૯ સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતરી છે.
​ગાંધીનગરમાં રૂ. ૩૧૬ કરોડના ખર્ચે ‘પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર’
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘ખેલે તે ખીલે’ના મંત્રથી દેશના સ્પોર્ટ્સ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી બદલાવ આવ્યો છે. ગાંધીનગરમાં રૂ. ૩૧૬ કરોડના ખર્ચે એશિયાનું અત્યાધુનિક પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર લઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં આ પાંચમી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે, જે ગુજરાતની આંતરરાષ્ટ્રીય ક્ષમતા દર્શાવે છે.
​૧૯ દેશોના ૧૦૮ ધનુર્ધરો વચ્ચે મુકાબલો
આ ટૂર્નામેન્ટમાં ભારત, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુ.એસ.એ. સહિત કુલ ૧૯ દેશોના ૧૦૮ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

Related posts

ભારતીય ટીમના કેટલાક એવા રેકોર્ડ વિશે જાણીએ જેને તોડવા પાકિસ્‍તાન માટે ખૂબ જ મુશ્‍કેલ છે.

Ahmedabad Samay

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા

Ahmedabad Samay

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની તારીખો બદલવા સુરક્ષા એજન્સીએ કર્યું સૂચન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો