September 22, 2026
તાજા સમાચારદુનિયારમતગમત

ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે ઈતિહાસ રચી નાખ્‍યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી૨૦ વર્લ્‍ડકપનો ખિતાબ જીત્‍યો

ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે ઈતિહાસ રચી નાખ્‍યો છે. ભારતીય ટીમે સતત બીજી વખત ટી૨૦ વર્લ્‍ડકપનો ખિતાબ જીત્‍યો છે. આ ટૂર્નામેન્‍ટ ૨૦૨૩ શરૂ થઈ હતી અને ભારતીય ટીમે પહેલી જ આવૃત્તિમાં જીત મેળવી હતી. તે સમયે શેફાલી વર્મા ટીમ ઈન્‍ડિયાની કેપ્‍ટન હતી. હવે બે વર્ષ બાદ ટૂર્નામેન્‍ટની બીજી આવૃતિમાં નિક્કી પ્રસાદની કપ્તાનીમાં ભારતીય ટીમ સતત બીજી વખત ચેમ્‍પિયન બની છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ઈનિંગ ૨૦ ઓવરમાં ૮૨ રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્‍ડિયાએ ૧૧.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ગોંગાડી ત્રિષાએ ફાઇનલમાં ઓલરાઉન્‍ડ પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણ વિકેટ લેવા ઉપરાંત અણનમ ૪૪ રન પણ ફટકાર્યા હતા.

મહિલા અંડર-૧૯  ટી-૨૦ વર્લ્‍ડકપની ફાઈનલમાં ભારતીય બોલરોએ તબાહી મચાવી દીધી હતી. ભારતીય બોલરીએ દક્ષિણ આફ્રિકાની ટીમને ૨૦ ઓવરમાં ૫૨ રન સુધી રોકી દીધી હતી. ભારતને સતત બીજી વખત ચેમ્‍પિયન બનવા માટે માત્ર ૮૩ રનનો લક્ષ્યાંક મળ્‍યો હતો. દક્ષિણ આફ્રિકાની કેપ્‍ટન કાચલા રેનેકે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે તેનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. કુઆલાલંપુરના બ્‍યુમાસ ઓવલ સ્‍ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમના ચાર ખેલાડીઓ તો ખાતુ પણ ખોલાવી શકયા ન હતાં.

ભારત તરફથી ગોંગાડી ત્રિષાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જયારે પારુણિકા સિસોદિયા, આયુષી શુક્‍લા અને વૈષ્‍ણવી શર્માને બે-બે વિકેટ મળી હતી. શબનમ શકીલને એક વિકેટ મળી હતી.

Related posts

એએમસીની 400 શાળામાં પુરકા પુસ્તક ના પહોંચતા રાજ્યકક્ષાના મંત્રીએ ફટકારી નોટીસ

Ahmedabad Samay

દુબઇમાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે મળશે દુબઇની નાગરિકત્વ

Ahmedabad Samay

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્‍સ ટીમનો કેપ્‍ટન બનાવાયો

Ahmedabad Samay

મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો, મહિલા ક્રિકેટ ટિમ બની વર્લ્ડ ચેમ્પિયન

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

નવા કોરોના વેરિયન્ટથી ચેતી જજો,COVID-Omicron XBB ડેલ્‍ટા વેરિઅન્‍ટ કરતાં ૫ ગણું વધુ વાઇરલ છે અને તે કરતાં વધુ મૃત્યુદર ધરાવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો