August 8, 2026
ધર્મ

મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી

મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી હોવાની સમાચાર મળી રહ્યા છે. આ કારણે મોડી રાત્રે નીકળતી તેમની પદયાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. તેમના દર્શને આવતા હજારો ભક્તોને પરત ફરવાની અપીલ કરવામાં આવી છે. પ્રેમાનંદજી મહારાજના દર્શન ન થતાં સેંકડો ભક્તો તેમના દર્શનથી વંચિત રહ્યા હતા.

વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ દરરોજ રાત્રે 2 વાગ્યે છટીકારા માર્ગ પર શ્રી કૃષ્ણ શરણમ સ્થિત તેમના નિવાસસ્થાનથી નીકળે છે અને પરિક્રમા માર્ગ પર આવેલા બારહઘાટ સ્થિત શ્રી હિત કેલી કુંજ આશ્રમની પદયાત્રા કરે છે. રાત્રે તેમની તબિયત ખરાબ હોવાથી તેઓએ નિવાસસ્થાન છોડ્યું ન હતું.

લાંબા સમયથી સંત પ્રેમાનંદ મહારાજની રાહ જોઈ રહેલા ભક્તો માટે માઇક પર જાહેરાત કરવામાં આવી કે આજે મહારાજજીની તબિયત સારી ન હોવાથી તેઓ આવશે નહીં. આ સાંભળીને ભક્તો નિરાશ થઈ ગયા, અને કેટલાક ભાવુક થઈને રડી પડ્યા. ભક્તોએ રાધારાણીને પ્રાર્થના કરી કે મહારાજજી જલ્દી સ્વસ્થ થાય.

30 માર્ચે સંત પ્રેમાનંદ મહારાજનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો. તેમની પદયાત્રા દરમિયાન આશરે 2 લાખ ભક્તો ઉમટી પડ્યા. દરેક ભક્ત મહારાજજીના દર્શન અને શુભેચ્છા આપવા ઉત્સુક હતા ભક્તોએ આખો માર્ગ ફૂલો અને રંગોળીથી શણગાર્યો અને અનેક સ્થળોએ રાધાના નામનું કીર્તન ગાયું હતું

Related posts

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્માકુમારી કેન્દ્ર પરથી બી.કે સુલોચના દીદીના માર્ગદર્શન હેઠળ શાંતિ રેલી યોજવામાં આવી

Ahmedabad Samay

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

Ahmedabad Samay

બરાબર એક મહિના પછી શરૂ થશે આ રાશિના શુભ દિવસો, ચંદ્રગ્રહણથી થશે ભાગ્ય!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો