રાજકોટ વૈષ્ણવોને કૃષ્ણ ભક્તિના રંગમાં રંગવા માટે સતત કાર્યરત વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન રાજકોટ દ્વારા શ્રીનાથ હવેલી ખાતે ફુલ ફાગ રસિયા મહોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.તા 26 ફેબ્રુઆરીના રોજ રવિવારે ફાગણ માસ સાતમના દીવસે વલ્લભકુલભૂષણ વૈષ્ણવઆચાર્ય પૂ.પા.ગો.108 વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વૈષ્ણવજનોને વ્રજરાજકુમારજીના વચનામૃતનો લાભ મળ્યો હતો તેમજ આજે તારીખ 27 ફેબ્રુઆરી સોમવારે બ્રહ્મસંબંધની દીક્ષા આપવામાં આવશે આ કાર્યક્રમમાં વૈષ્ણવ આચાર્ય ની ઉપસ્થિતિમાં ફુલ ફાગ રસિયા નો ધર્મલાભ માટે વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન આયોજીત હોલી રસિયા ઉત્સવ રાત્રે 9 વાગ્યે શ્રીનાથ ધામ હવેલી ખાતે યોજાયો હતો જેમાં સામાજિક, રાજકીય તથા દરેક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 6થી 7 હજાર ભક્તોએ ફુલફાગ રશિયા ઉત્સવનો લાહવો લીધો હતો. વૈષ્ણવોના વ્હાલા શ્રીજીવાબાવાના પાટોત્સવ નીમીતે વીવાયઓના પદાધિકારીઓ જયેશભાઇ વાછાણી (પ્રભારી), પાર્થભાઇ કનેરીયા (પ્રમુખ), જયોતિબેન ટીલવા (મહિલા વિગ પ્રમુખ), મિતભાઇ શાહ (યુથ વિંગ પ્રમુખ), તથા વીવાયઓના દરેક ઝોનના પ્રમુખો તથા વુમનવિંગના પ્રમુખો, યુથ વિગંના પ્રમુખો તથા વીવાયઓ ના બધા જ કમીટી મેમ્બર, શ્રીનાથધામ હવેલીના ઉત્સવ કમીટી જહેમત ઉઠાવી હતી.જેમાં વીવાયઓ ના ટ્રસ્ટી અને કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના મહામંત્રી જગદીશભાઇ કોટડીયા, વીવાયઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ શાહ, કિશોરભાઇ ભાલાળા, અરવિંદભાઇ શાહ, રમેશભાઇ જીવાણી, મનસુખભાઇ ઝાલાવડીયા, હેમંતભાઇ, પુનીતભાઇ ચોવટીયા, વીવાયઓ સૌરાષ્ટ્રના પ્રભારી કૌશિકભાઇ રાબડીયા, જયેશભાઇ કોટડીયા, હિતેશભાઇ ગોઢા, કમલેશભાઇ ધાધરા, ફુલફાગ હોલી રસિયા મહોત્સવને સફળ બનાવવા માટે પ્રેમઆનંદ અને સમભાવના સાથે અથાગ પ્રયત્નો કર્યાં હતાં. હોલી રસિયા એ કૃષ્ણ ભગવાનની પરંપરાઓ છે કે જેમ માણસનું મન ફાગણ માસિયા એટલે કે પ્રફુલ્લિતા તરફ આગળ વધતુ અને જ્યારે ભક્તોને શ્રી કૃષ્ણ તરફ ભાવ પ્રગટ થાય એ હોલી રસિયા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. ત્યારે બાળ, વૃદ્ધ બધા જ કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના એકબીજાને રંગે રંગીને અને ફૂલોથી હોળી રમીને આ ઉત્સવની ઊજવણી કરે છે.