August 8, 2026
Gst
જીવનશૈલીતાજા સમાચારદેશ

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

વડાપ્રધાન મોદીએ દિવાળીથી હાલના GST માં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી એનાથી સામાન્‍ય માણસ પરનો બોજ ઓછો થશે.

કેન્‍દ્રએ જીએસટીના ચાર સ્‍લૅબને ઘટાડીને ફક્‍ત બે (સ્‍ટાન્‍ડર્ડ અને મેરિટ) કરવાનો પ્રસ્‍તાવ મૂકયો છે અને ૧૨ ટકાના સ્‍લૅબ હેઠળની મોટા ભાગની વસ્‍તુઓને પાંચ ટકાના સ્‍લૅબમાં લાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ૨૮ ટકા ટૅક્‍સ ધરાવતાં ઉત્‍પાદનોને ૧૮ ટકાના સ્‍લૅબમાં મૂકવામાં આવે એવી શકયતા છે; જ્‍યારે તમાકુ, શરાબ, પાનમસાલા અને ઑનલાઇન સટ્ટાબાજી જેવાં ઉત્‍પાદનોને ૪૦ ટકાના સ્‍લેબમાં મૂકવામાં આવશે.ઘટાડો થયેલા જીએસટી  દરો સાથે જેના પર અગાઉ ૧૨ ટકા અથવા ૧૮ ટકા કર લાગતો હતો એવી તમામ વસ્‍તુઓને પાંચ ટકા સ્‍લૅબમાં આવરી લેવામાં આવ્‍યા પછી આવી ચીજો ગ્રાહકો માટે સસ્‍તી થઈ જશે. આમાં નાસ્‍તા, પૅક્‍ડ વસ્‍તુઓ અને ઘણુંબધું સામેલ છે.

પાંચ સ્‍લેબમાં સંભવત આવરી લેવામાં આવનારી વસ્‍તુઓ

ટૂથ-પાઉડર, વાળનું તેલ, સાબુ, ટૂથપેસ્‍ટ, છત્રીઓ, પ્રોસેસ્‍ડ ફૂડ, મોબાઇલ, કમ્‍પ્‍યુટર્સ, સીવણ મશીનો, પાણીના ફિલ્‍ટર, પ્રેશર કુકર, ઇષાી, વૉટર હીટર (ગીઝર), વૅકયુમ ક્‍લીનર્સ, શારીરિક રીતે અક્ષમ વ્‍યક્‍તિઓ માટે ગાડીઓ, તૈયાર વષાો (૧૦૦૦ રૂપિયાથી વધુ કિંમત), ફુટવેઅર (૫૦૦થી ૧૦૦૦ રૂપિયાની રેન્‍જ), મોટા ભાગની રસીઓ, એચઆઇવી, હેપેટાઇટિસ, ટીબી માટે ડાયગ્નોસ્‍ટિક કિટ, ચોક્કસ આયુર્વેદિક અને યુનાની દવાઓ, એક્‍સરસાઇઝ બુક્‍સ-નોટબુકો, ભૂમિતિ બૉક્‍સ, નકશા અને પળથ્‍વીના ગોળા સહિતની સ્‍ટેશનરી, ઍલ્‍યુમિનિયમ, સ્‍ટીલથી બનેલાં રસોઈનાં વાસણો, સાઇકલ, કેરોસીન સિવાયના ચૂલા, બાર્બેકયુ, જાહેર પરિવહન વાહનો (વેચાણ વખતે, ભાડા માટે નહીં), ચમકદાર ટાઇલ્‍સ, વેન્‍ડિંગ મશીનો, યાંત્રિક થ્રેશર્સ જેવાં કળષિ સાધનો, પૅકેજ્‍ડ ખોરાક જેમ કે કન્‍ડેન્‍સ્‍ડ મિલ્‍ક, ફ્રોઝન શાકભાજી (કેટલાક પ્રકારો), સોલર વૉટર હીટર

૧૮ ટકા અને ૨૮ ટકાના GST વાળી આ વસ્‍તુઓ દિવાળીથી સસ્‍તી થશે

વીમોઃ ૧૮ ટકાથી પાંચ ટકા અને કેટલાક કિસ્‍સાઓમાં શૂન્‍ય ટકા પણ હોઈ શકે છે, સેવા ક્ષેત્ર – ૧૮ ટકા થવાની સંભાવના છે, સિમેન્‍ટ, રેડી-મિક્‍સ કૉન્‍ક્રીટ, ઍર-કન્‍ડિશનર, ટેલિવિઝન, રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીનો, કાર અને મોટરસાઇકલની સીટ (કેટલાક પ્રકાર અલગ-અલગ દરો આકર્ષિત કરી શકે છે), રેલવે માટે છત પર માઉન્‍ટેડ પૅકેજ યુનિટ ઍર-કન્‍ડિશનિંગ મશીનો, ઍરેટેડ વૉટર, ડિશવૉશર, વ્‍યક્‍તિગત ઉપયોગ માટે વિમાન, પ્રોટીન કૉન્‍સન્‍ટ્રેટ્‍સ, ખાંડની ચાસણી, સુગંધી કૉફી, કૉફી કૉન્‍સન્‍ટ્રેટ્‍સ, ડેન્‍ટલ ફ્‌લોસ, વાણિજ્‍યિક પ્‍લાસ્‍ટિક ઉત્‍પાદનો, રબર ટાયર (સાઇકલ અને કળષિવાહનો માટે ઓછો કરવેરા), પ્‍લાસ્‍ટર, ટેમ્‍પર્ડ ગ્‍લાસ, ઍલ્‍યુમિનિયમ ફૉઇલ, રેઝર, મૅનિકયૉર/પેડિકયૉર કિટ, પ્રિન્‍ટર

ટીવીમાં દસ હજાર કિંમતનો જેટલો ઘટાડો

૩૨ ઇંચથી મોટા ટીવી સેટ, એસી અને ડીશવોશર પર પણ જીએસટી૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી શકે છે. જીએસટીમાં ઘટાડાને કારણે, ટીવીના દર દસ હજાર રૂપિયા સુધી ઘટશે. આ તહેવારોની સિઝનમાં હોમ એપ્‍લાયન્‍સ મેન્‍યુફેક્‍ચરિંગ કંપનીઓ સારા વેચાણની અપેક્ષા રાખી રહી છે.

Related posts

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

ICC એ ટેસ્ટ રેન્કીંગ જાહેર કરી

Ahmedabad Samay

બદ્રીનાથ મંદિર પરિસરમાં ૧૫ યુવકે નમાજ અદા કરી, ઉત્તરાખંડમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની છત્તીસગઢના બસ્તરની મુલાકાત દરમિયાન છત્તીસગઢના 86 નક્સલીઓએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો