સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું મોત થયુ છે. દિવ્યા કેટલાક દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી. દિવ્યાને કોવિડ-19 પોઝિટિવ બાદ ગંભીર સ્થિતિમાં મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા,
દિવ્યાએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં ગુલાબોનો રોલ કર્યો હતો. આ શો સિવાય દિવ્યાએ ઉડાન, જીત ગઇ તો પિયા મોરે અને વિષ જેવા કેટલાક શો કર્યા હતા. દિવ્યાના મોત પર ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.