August 7, 2026
અપરાધગુજરાત

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

ગુજરાતના કચ્છ પૂર્વ ગાંધીધામ, આદીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા સાયબર ક્રાઇમના અલગ અલગ ગુનાઓનો પર્દાફાશ SOG ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ અંગેની વિગત આપતા SOG ક્રાઈમ બ્રાન્ચના ACP બી. સી. સોલંકીએ જણાવ્યું કે આઠ દિવસ પહેલા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ધરપકડ કરી છે.

કચ્છ ગાંધીધામનો રહેવાસી છે અને અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે આવેલી મહેર ઇન હોટલમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની તપાસની કાર્યવાહી માટે આરોપીને કચ્છ પૂર્વ ગાંધીધામ સાયબર ક્રાઇમને સોંપવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની પૂછપરછ કરતા આરોપીની સાયબર ક્રાઇમની જે મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે પ્રમાણે આરોપી અગાઉ પોલીસમાં પકડાયેલા તેના ભાઈ નરેશ સંગતાણી તેમજ અન્ય લોકો સાથે મળી જરૂરિયાતમંદ લોકોને બેંક એકાઉન્ટમાં ખાતા ખોલાવવાની લાલચ આપતો હતો. અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાયેલા બેંક એકાઉન્ટની કીટ મેળવી લેતો હતો અને મુંબઈથી મેળવેલા સીમકાર્ડ નંબરો આ બેક્ન એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવતો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બેંકમાં ખાતું ખોલાવનારને ૧૦ ટકા કમિશન આપતો હતો. એટલે કે તેમના ખાતામાં ૧ કરોડનું ટ્રાન્ઝેક્શન કરવાના ૧૦ લાખ એવી રીતે ૧૦ ટકાના કમિશનની લાલચ આપી ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવતો હતો. આરોપી દુબઈમાં જય ક્રિકેટનો મોટો સટ્ટો રમતો હતો. ક્રિકેટના સટ્ટા માટે તે દુબઈના સટોડીયાઓ સાથે પણ સંકળાયેલો હતો. આરોપી દોઢ બે મહિનાથી દુબઇથી અહીં અવરજવર કરતો હતો. તે ત્રણ ચાર વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલો છે. હાલમાં તેનો ભાઈ નરેશ કચ્છ જેલમાં આ ગુના સજા કાપી રહ્યો છે. આરોપી દિલીપ પણ વર્ષ ૨૦૨૪ના એક અન્ય ગુનામાં વોન્ટેડ આરોપી છે. હાલમાં આ મામલે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના અપીલ અંતર્ગત વધુ એક શાળાના ૨૦૦ વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

રાજધાની એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાંથી રૂ.1.45 કરોડની નકલી ઇન્ડિયન કરન્સી સાથે રાજસ્થાની યુવકને ઝડપાયો

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

કિંજલ દવેની પાંચ વર્ષની સગાઇ અને લાંબા સમય સુધી ચાલેલા પ્રેમનો થયો અંત, કિંજલની સગાઇ તૂટતા પરિવાર અને ફેનને લાગ્યો ઝટકો

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો