August 7, 2026
ગુજરાત

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

અમદાવાદના એરપોર્ટ વિસ્તારની હોટલમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે યુવતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઈલી સ્ટે નામની હોટલમાં આ બનાવ બન્યો હતો. શેલા વિસ્તારમાં રહેતા ૨૩ થી ૨૪ વર્ષીય યુવક અને યુવતી ગઈકાલે પોતાના ઘરેથી ભાગી ગયા હતા. ત્યારબાદ તેઓ આ હોટલમાં રોકાવા માટે આવ્યા હતા. બપોરે ૨ થી ૨:૩૦ વાગ્યાના અરસામાં બંનેએ રૂમમાં જઈને એકબીજાના હાથની નસ કાપી નાખી હતી.
લોહીલુહાણ હાલતમાં મળી આવેલા બંનેને જોઈને હોટલના સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું હોટલમાં જ મૃત્યુ થયું હતું. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ યુવતી બેભાન અવસ્થામાં છે અને તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા અનુસાર, મૃતક યુવક અને ઈજાગ્રસ્ત યુવતીના નામ બદલવામાં આવ્યા છે, પ્રાથમિક તપાસમાં બંનેના નામ રઘુ  અને સોનલ  હોવાનું સામે આવ્યું છે. બંને શેલાના રહેવાસી હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને બંનેના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઈ રહી છે

Related posts

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

વડોદરા – એમએસ યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો

Ahmedabad Samay

જો આપના પૈસા ભુલથી અન્ય કોઇ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોયતો આ રીતે મેળવો પૈસા પાછા

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો