ગુજરાત હાઈકોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલે કરેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેજરીવાલ અને આપના સાસંદ મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મામલે આજે સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે તાત્કાલીક સુનાવણીની માગ કરાઈ હતી.
મહત્વનનું છે કે, નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમની ડીગ્રીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ કેન્દ્રીય સૂચના આયોગે ઓર્ડર પાસ કર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની જાણકારી આપવા કહ્યું હતું.
આ મામલે ગુજરાત યુનિવર્સિટી હાઈકોર્ટમાં ગઈ હતી. પીએમ મોદીની જાણકારી ઉપલબ્ધ છે. ત્યારે આ મામલે સીઆઈસીના ઓર્ડરને રદ હાઈકોર્ટે સુનાવણી બાદ કર્યો હતો. ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ સંજયસિંહ અને કેજરીવાલે કરી હતી ત્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટીએ પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે તેમ માનહાનીનો કેસ આ આરોપ લગાવ્યો હતો. યુનિવર્સિટીએ કહ્યું છે કે તેમના માટે આવું કરવું ફરજિયાત ન હતું, પરંતુ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં એવી વાતો કરી હતી જેનાથી યુનિવર્સિટીની ઈમેજને ઠેસ પહોંચી છે. જેથી આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
જો કે, અગાઉ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને 11 ઓગસ્ટના રોજ હાજર થવા મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ પાઠવી દીધું છે. આ મામલે સમન્સને પડકારતી અરજીમાં રાહત આપવા સેશન્સ કોર્ટે ઈન્કાર કર્યો હતો.