ગતરોજ થાઈલેન્ડમાં આંતરરાષ્ટ્રીય કરાટે ટુર્નામેન્ટમાં અમદાવાદના ૭ વર્ષના છોકરા કબીર સિંહ તોમરે ગોલ્ડ મેડલ જીત્યા.
આ પ્રસંગે હિન્દુ સેના કર્ણાવતી મહાનગર દ્વારા કબીર સિંહ તોમરનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કબીર સિંહ તોમરને ભેટ આપવામાં આવી હતી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં બાપુ નગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહા અને હિન્દુ સેનાના જિલ્લા પ્રમુખ દીપક સિંહ ચૌહાણ, મહામંત્રી હિમાંશુ પરમાર ,વિવેક સિંહ ચૌહાણ, હિતેન્દ્ર તોમર અને સમાજના વરિષ્ઠ નાગરિકોએ ખાસ હાજરી આપી હતી.
