August 6, 2026
ધર્મ

PM મોદી સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવા આવ્યા ગુજરાતના પ્રવાશે

હિન્‍દુસ્‍તાનની આસ્‍થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હુમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે ૮થી ૧૧જાન્‍યુઆરી દરમિયાન  ‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવામાં આવ્યા છે. આ સ્‍વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી શનિવારે સાંજે સોમનાથ આવ્યા છે. વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સોમનાથ ખાતે ચાલી રહેલા ઓમકાર મંત્ર જાપમાં સામેલ થશે. બીજા દિવસે ૧૦૮ અશ્વો સાથેની શૌર્ય યાત્રામાં સામેલ થઇ મંદિર પહોંચી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને પૂજન અર્ચન કરશે. ત્‍યારબાદ એક જનસભાને સંબોધી સીધા રાજકોટ જવા રવાના થશે.

૮ ડિસેમ્‍બર ૧૦૨૬માં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ પહેલો હુમલો કર્યો હતો. સદીઓથી તેને નષ્ટ કરવાના વારંવાર પ્રયાસો છતાં, સોમનાથ મંદિર હજુ પણ સ્‍થિતિસ્‍થાપકતા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્‍તિશાળી પ્રતીક તરીકે ઊભું છે, જે સામૂહિક સંકલ્‍પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુનઃસ્‍થાપિત કરવાના પ્રયાસોને આભારી છે. આઝાદી પછી લોહપુરુષ સરદાર વલ્‍લભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્વાર કરાવીને રાષ્ટ્રની આસ્‍થા અને સ્‍વાભિમાનને પુનઃસ્‍થાપિત કર્યું હતું. ભારતના તત્‍કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની હાજરીમાં નવીનીકૃત સોમનાથ મંદિરને વિધિવત રીતે ભક્‍તો માટે ખુલ્‍લું મૂકવામાં આવ્‍યું હતું. ૨૦૨૬માં આ ઐતિહાસિક પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાથી સોમનાથ સ્‍વાભિમાન પર્વને વિશેષ મહત્‍વ મળે છે. આથી સ્‍વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી શનિવારે સાંજે ૫.૩૦ વાગ્‍યા બાદ સોમનાથ આવી પહોંચશે. વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્‍ટના ચેરમેન હોવાના નાતે અહીં ટ્રસ્‍ટી મંડળ સાથે બેઠક યોજી રાત્રે ૮ વાગે ક઼કાર મંત્ર જાપમાં સહભાગી થયા બાદ સોમનાથના ભવ્‍ય ઇતિહાસને પ્રસ્‍તુત કરતાં ડ્રોન શોને નિહાળશે. વડાપ્રધાન સોમનાથ ખાતે જ રાત્રિ રોકાણ કરશે. ૧૧ જાન્‍યુઆરીને રવિવારે સવારે લગભગ ૯:૪૫ વાગ્‍યે વડાપ્રધાન શૌર્ય યાત્રામાં ભાગ લેશે. શૌર્ય યાત્રામાં ૧૦૮ અશ્વોની પ્રતીકાત્‍મક શોભાયાત્રાનો સમાવેશ થશે. વડાપ્રધાન સવારે આશરે ૧૦:૧૫ વાગ્‍યે સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે. ૧૧ વાગ્‍યે, વડાપ્રધાન સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે.

વડાપ્રધાન આજે સોમનાથ, રવિવારે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે

પીએમ મોદી ૧૦ જાન્‍યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે, રાત્રે ૮ વાગ્‍યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે, પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, ભ્‍પ્‍ મોદી રાત્રી રોકાણ સોમનાથમાં રહેશે.

Related posts

27 મે 2023નું પંચાંગ: જાણો શનિવારનું પંચાંગ, રાહુકાલ, શુભ મુહૂર્ત અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય

Ahmedabad Samay

3 રાશિના લોકોનું ભાગ્ય ખુલશે, 5 દિવસ પછી બુધાદિત્ય યોગ તમને ધનવાન બનાવશે!

Ahmedabad Samay

વાસ્તુશાસ્ત્ર: ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે અજમાવી શકો છો કેટલીક વાસ્તુ ટિપ્સ

Ahmedabad Samay

Horoscope Today:કેવો રહેશે તમારા માટે મહિનાનો પહેલો દિવસ, જાણો રાશિ પ્રમાણે

Ahmedabad Samay

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

વફાદાર જીવનસાથી બને છે આ 4 રાશિની છોકરીઓ, મુશ્કેલીઓમાં પણ નથી છોડતી સાથ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો