August 6, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે મહાશિવરાત્રીના દિવસે શિવ બારાત નું આયોજન કરાશે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શિવ બારાત નું આયોજન કરવામાં આવશે . શિવ બારાત માં ભગવાન ભોળાનાથ ની મૂર્તિ સાથે વિવિધ દરબારો યોજાશે ,
ભૂત અને બેતાલ વેશભૂષા સાથે વિવિધ મંડળો , ગરબા ગ્રુપ ,રાજ્ય ની વેશભૂષા ,બેન્ડબાજા , ડીજે લાઇટ અને વિવિધ સરકારી યોજનાઓના ટેબલો સાથે વટવા ની વિકાસ ગાથા ના ટેબલો ને સ્થાન અપાશે.
મોટી સંખ્યા માં કળશ યાત્રીઓ અને 101 કાંવર યાત્રીઓ જોડાશે.શિવ બારાત માં જોડાનાર તમામ ને મંત્રો થી અભિમંત્રિત કરેલ રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ માળા નિઃશુલ્ક ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા આપવા માં આવશે.એમણે જણાવ્યું કે શિવરાત્રીના એક દિવસ પહેલા રુદ્ર મહાયજ્ઞ નું આયોજન થશે . શિવ બારાત ના મુખ્ય યજમાન શ્રી મહેશસિંહ કુશવાહ અને શ્રી શ્યામસિંહ ઠાકુર રહેશે…
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી એ જણાવ્યું કે શિવ બારાત ના આયોજન માટે કારોબારી બેઠક યોજાઈ હતી. શિવબારાત માં ખૂબજ મોટી સંખ્યા માં શિવ ભક્તો ભાગ લેશે તમામ માટે ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવશે…

Related posts

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો