August 13, 2026
અપરાધગુજરાત

ઓઢવ પોલીસ દ્વારા એક કિશોર ને એક દેશી બનાવટનો તમંચા સાથે ધરપકડ કરી

ઓઢવ પોલીસ સ્ટેશન ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.હેડ.કોન્સ વિવેકકુમાર ભીખુભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ઓઢવ અમરનગર ગેટ નં.૦૩ મકાન નંબર-૮૦ માં રેઈડ કરતા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને પોતાના કબ્જામાં એક દેશી બનાવટનો તમંચો નંગ:૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ:૦૪ કિ.રૂ.૮૦૦ તથા મોબાઈલ ફોન નંગ:૦૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧૦,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ,

મુદામાલ સાથે કિશોરના વાલીની હાજરીમાં પુછપરછ કરતા જણાવેલ કે માર્ચ ૨૦૨પ માં પોતાના ફઈની દિકરીને સોશીયલ મીડીયા ઉપર હેરાન કરનાર ઈસમ સાથે પોતાને બોલાચાલી થયેલ,

જેની અદાવત રાખીને સાતેક માસ અગાઊ પોતે પોતાના વતન મધ્યપ્રદેશ ભીંડ ખાતે લગ્નપ્રસંગમાં ગયેલ જ્યાં એક અજાણ્યા ઈસમ પાસેથી ઉપરોક્ત તમંચો તથા જીવતા કારતુસ ખરીદીને લાવેલ અને સામાવાળાને ડરાવવા સારૂ સોશીયલ મિડીયા ઉપર દેશી બનાવટના તમંચાની રિલ્સ બનાવેલ તેમ જણાવતા સદરના

કબ્જામાંથી ઉપરોક્ત મુદામાલ કબ્જે કરી સદર બનાવ સબંધે ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં./૧૧૧૯૧૦૩૭૨૬૦૧૬૧/૨૦૨૬ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી)(એ) મુજબનો ગુનો દાખલ કરી બાળકિશોર વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related posts

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો