અમદાવાદમાં અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ સરેઆમ ગુનાઓને અંજામ આપી રહ્યાં છે. શહેરના કૃષ્ણનગર સ્થિત રામગઢ તરીકે પ્રખ્યાત વિસ્તારમાં આવેલી વિદ્યાવિહાર સ્કૂલ નજીક જાહેર રોડ પર હત્યાના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. 7 થી 8 લોકોએ એક યુવકની ઘાતકી હત્યા કરી હતી. હાલ પોલીસે હિતેશ તલવાર અને નીશુ શાહ નામના બે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે