September 21, 2026
જીવનશૈલી

આદ્યશક્તિ, સુખી જીવન માટેની ટિપ્સ (મોટિવેશન સ્પીકર અને લેખક : વિજય કોતાપકર)

આદ્યશક્તિ

મિત્રો પ્રથમ જ્યારે સૃષ્ટિ ની રચના થઈ ત્યારે સૌ
પ્રથમ શક્તિ એટલે કે ઊર્જા હતી. અને આ ઊર્જા
થી સમગ્ર બ્રહ્માંડ અને અસંખ્ય આકાશ ગંગા,
અસંખ્ય તારા, સૂર્ય , ચંદ્ર અને ગ્રહો બનાવ્યા. એ
પણ માત્ર શક્તિ થી જ ઉત્પન્ન થયા.
પછી સૃષ્ટિ ની રચના માટે બ્રહ્મા , વિષ્ણુ , અને મહેશ નો ઉદભવ થયો તેજ ઊર્જા માંથી. સમગ્ર
સમગ્ર સંચાલન સૃષ્ટિ પૃથ્વી અને માનવ અને અન્ય
જીવો નું થાય તેના માટે અન્ય દેવો ની પણ ઉત્પત્તિ
કરવા માં આવી. જેમ કે વાયુ દેવ ,અગ્નિ દેવ ,વરુણ દેવ આદિ દેવી દેવતા બધાજ  આવી ગયા તેમાં
લોકો  માં. સારો ભાવ  અને   સંસ્કાર આવે તેના
માટે વેદ અને પુરાણ ગ્રંથ તેમજ ઉપનિષદ લખવામાં
આવ્યા જેથી સંશોધન માં આજે કોઈ ને તકલીફ ન
પડે. દરેક શોધ ના રહસ્યો મનુષ્ય ના દેહ ની અંદર
ઊર્જા  એટલે કે એજ શક્તિ જેણે સમગ્ર સૃષ્ટિ નહિ
પણ અખિલ બ્રહ્માંડ ની રચના કરી છે. તે શક્તિ
પ્રત્યેક વ્યક્તિ ના શરીર માં સ્વયં ના સંચાલન
માટે મૂકવા માં આવી.
આજે જે સ્ત્રી ના રૂપ માં છે. માતા, બહેન, પત્ની,
અને પુત્રી કે અન્ય બહેનો જે ઓ આપણી
આસ પાસ છે તેમની રચના પણ એજ આદિશક્તિ
નો હિસ્સો છે. જે  બધાજ પુરુષો ના જીવન માં આવી ને તેનું જીવન સ્વર્ગ બનાવે છે. કારણ કે એ
જે આદ્યશક્તિ નું રૂપ છે.
આજ સ્ત્રી ના રૂપ માં જે આપણા જીવન ને ધન્ય   બનાવવા અને   ઉત્તમ સંસ્કારો  સીંચવા માટે તેજ આદ્યશક્તિ નું એક અનોખું રૂપ આપણા બધાના જીવન માં છે. જેને સૃષ્ટિ ને આગળ ચલાવવા માટે
ગર્ભ આપી ને નિમિત્ત બનાવી છે. અર્થ આદ્યશક્તિ
બીજી કોઈ નહિ આપણા વાસ્તવિક જીવન માં એજ સ્ત્રી છે જે માત્ર ચહેરા કેં શરીર બદલી ને સતત આવ્યાં જ કરે છે.
અને સમગ્ર સૃષ્ટિ ની વ્યવસ્થાનો ભાર માત્ર જે સ્ત્રી છે તેની પરજ છે
જે ને આપણે સબંધ માત્ર થી જાણો છો.
જે દિવસે બધાજ લોકો આ વાત સમજી ગયા
તે દિવસે કોઈ ના ઘર માં કલેશ, દુઃખ, કે નકારાત્મકતા નહિ હોય.

માત્ર સુખ શાંતિ અને વૈભવ ભર્યું જીવન હશે.

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

મોટિવેશન સ્પીકર અને લેખક : વિજય કોતાપકર

Related posts

નિસ્તેજ અને શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માંગો છો, તો ઘરે જ બનાવો ઓરેન્જ બોડી લોશન

admin

Stomach Pain: પેટમાં તીવ્ર દુખાવો વારંવાર થાય છે? આ 4 વસ્તુઓની મદદથી સમસ્યા દૂર કરો

Ahmedabad Samay

બાળકોમાં ડેન્ગ્યુના ગંભીર કેસોનું વધુ જોખમ, માતાપિતાએ આવા લક્ષણો સમયસર ઓળખવા જોઈએ

Ahmedabad Samay

Healthy fruits: બીલી ફળ આ 7 રોગોને દૂર કરે છે, ફાયદાઓની યાદી લાંબી છે

Ahmedabad Samay

આજથી સામાન્ય માણસના દૈનિક જીવનને અસર કરતા અનેક ફેરફારો અમલમાં

Ahmedabad Samay

1200 કેલરી ડાયટ પ્લાન ફોલો કરવાથી વજન ઘટવા લાગશે! બધા પૂછશે ભાઈ શું ખાઓ છો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો