July 15, 2026
ગુજરાત

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન

વિશ્વપ્રસિદ્ધ વિન્‍ટેજ કારના કલેક્‍શન માટે જાણીતું અમદાવાદનું ‘દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ – ધ પ્રાણલાલ ભોગીલાલ કલેક્‍શન’ તેની સ્‍થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ખાસ અવસરને યાદગાર બનાવવા માટે એક અનોખા ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ફેસ્‍ટિવલની કલ્‍પના આ કલેક્‍શનના કસ્‍ટડિએન્‍સ ચામુંડેશ્વરી ભોગીલાલ ચીનાઈ અને બ્રિજેશ ચીનાઈ દ્વારા કરવામાં આવી છે.

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન થયું છે. આ ફેસ્‍ટિવલની વિશેષતા એ છે કે અહીં ઓટોમોબાઈલ અને સિનેમાના અનોખા કનેક્‍શનને દર્શાવવામાં આવશે. મુલાકાતીઓ અહીં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કાર બ્રાન્‍ડ્‍સ જેવી કે રોલ્‍સ રોય્‍સ, બેન્‍ટલી, લૂગોંડા, મેબેક, કેડિલેક, મર્સીડીઝ બેન્‍ઝ, ઓબર્ન અને બીજી અનેક દુર્લભ કાર્સને રૂબરૂ નિહાળી શકશે. સાથે જ હોલિવૂડ, બોલિવૂડ અને યુરોપિયન સિનેમાની એવી ફિલ્‍મો કે જેમાં કાર મુખ્‍ય ભૂમિકામાં રહી હોય, તેના અંશો બતાવવામાં આવશે. મુલાકાતીઓ માત્ર પડદા પર જ નહીં, પરંતુ વાસ્‍તવિકતામાં પણ તે આઈકોનિક વિન્‍ટેજ કાર્સને નિહાળી શકશે

Related posts

સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યા

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો