August 8, 2026
ગુજરાત

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર ચુકવવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાની માંગ

પોરબંદરમાં ખાસ કરીને બરડા વિસ્તાર અને રાણાવાવ તાલુકામાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયેલ છે, જેની સહાય ઝપથી મળે તે જરૂરી –  અર્જુનભાઈ મોઢવાડિયા

ભાજપ સરકારે ખેડૂતો પાસેથી પાક વીમા ની સુવિધા ઝુંટવી લીધી છે, એટલે હવે વળતર ચૂકવવું એ સરકારની ફરજ – અર્જુનભાઈ મોઢવાડિયા

કમોસમી વરસાદથી ખેડૂતો અને ઘાસચારાને થયેલ નુકશાનનો મામલો વિધાનસભામાં પણ ઉઠાવી વળતર ઝડપથી મળે તે માટે પ્રયત્ન કરીશ –  અર્જુનભાઈ મોઢવાડિયા

પોરબંદર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા પડેલ કમોસમી વરસાદ અને કરા નાં કારણે ખેડૂતોના ઘાસચારા, ધાણા, જીરું,ઘઉં ના તૈયાર પાક અને ઉનાળુ પાકના વાવેતર અને બાગાયતી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે, ત્યારે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન મુદ્દે ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા એ ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ કરી છે.  અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં ખાસ કરીને બરડા વિસ્તાર અને રાણાવાવ તાલુકામાં ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન થયેલ છે, તેમજ બાગાયત પાકો અને પશુઓ માટેના ઘાસચારાને પણ વ્યાપક નુકસાન થયેલ છે, ખેડૂતો પહેલાથી પોષણક્ષમ ભાવ ન મળવા સહિતની સમસ્યાઓથી પરેશાન છે, ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ સર્જી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે,  ત્યારે રાજ્ય સરકારે થોડો પણ વિલમ કર્યા વગર તાત્કાલિક ખેતરોમાં થયેલ નુકશાનનું સર્વે કરાવી ઝડપથી વળતર ચુકવવું જોઈએ.

અર્જુનભાઇ મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે ખેડૂતો પાછેથી પાક વીમાની સુવિધા ઝુંટવી લીધી છે, બીજી જે રાહતો મળવા પાત્ર થાય છે તે પણ ચૂકવતી નથી, જેના કારણે ખેડૂતો પહેલેથી કફોડી સ્થિતિમાં છે, ત્યારે હવે સરકારની ફરજ બને છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનું પુરે પુરુ વળતર ચૂકવીને ખેડૂતોને રાહત આપે.  અર્જુનભાઇ મોઢવાડીયાએ ઉમેર્યું હતું કે જે વિસ્તારમાં પશુઓ માટેના ઘાસચારાને નુકસાન થયેલ છે, ત્યાં રાહત દરે ઘાસચારાના વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જેથી પશુઓને બચાવી શકાય. સાથે જ  અર્જુનભાઇ મોઢવાડીયાએ આ મુદ્દે વિધાનસભામાં રજૂઆત કરી ખેડૂતોને ઝડપથી વળતર મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી છે.

Related posts

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

સુરત શહેર ક્રાઈમ બ્રાંચ અને ડુમસ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ,સુરત એરપોર્ટ પર ૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Ahmedabad Samay

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો