September 22, 2026
ગુજરાતઅપરાધ

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  મયંકસિંહ ચાવડા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામાં ગે.કા. દારૂની બદી નેસ્તનાબુદ કરવા અને વધુમા વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય. જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.  એચ.કે.શ્રીમાળી સા.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન HC હરેશભાઇ આહિરને હકીકત મળેલ કે, રાજકોટ થી પોરબંદર તરફ એક ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-T-8729 આવે છે. જેમાં જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જેથી હકીકત આધારે કુતીયાણા ચૌટા ગામ રાજકોટ થી પોરબંદર આવતા હાઇવે રોડ ઉપર ઓવરબ્રીજ ચડતા હકીકતવાળો ટ્રક આવતો હોય. જેથી ટ્રકને રોકી ચેક કરતા ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના Original Choice DELUXE WHISKY કંપનીના ૧૮૦ ML ભરેલ પુઠ્ઠાના પાઉંચ (ફ્રુટી ટાઇપના) નંગ-૪૮૦ ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૧૦ કી.રૂ. ૩૩,૬૦૦/- તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરેલ ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-T-8729 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી (૧) લખમણ કારાભાઇ કારાવદરા ઉ.વ.૪૮ રહે. છાંયા ડો.હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી રેલ્વે પાટા પાસે પોરબંદર. (૨) મોહન માંડણભાઇ પરમાર ઉ.વ.૫૩ રહે. પંચવટી સોસાયટી મીરા પ્રોવીઝન સ્ટોર પાસે પોરબંદર વાળા મળી આવેલ હોય. જેથી ઉપરોકત મુદામાલ કબ્જે કરી પકડાયેલ બંન્ને આરોપીઓ વિરૂધ્ધ કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરાવેલ છે.

પકડાયેલ મુદામાલ –

(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ના Original Choice DELUXE WHISKY કંપનીના ૧૮૦ ML ભરેલ પુઠ્ઠાના પાઉચ (ફ્રૂટી ટાઇપના) નંગ-૪૮૦ ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-૧૦ કી.રૂ. ૩૩,૬૦૦/- (૨) ટાટા કંપનીનો ટ્રક નં. GJ-25-1-8729 કી.રૂ. ૧૦,૦૦,૦૦૦/-

આરોપી –

(૧) લખમણ કારાભાઇ કારાવદરા ઉ.વ.૪૮ રહે. છાંયા ડો. હાથીના દવાખાના પાસે ખોડીયાર સોસાયટી પોરબંદર,

(૨) મોહન માંડણભાઇ પરમાર ઉ.વ.૫૩ રહે. પંચવટી સોસાયટી મીરા પ્રોવીઝન સ્ટોર પાસે પોરબંદર,

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

આ કામગીરીમા પોરબંદર LCB PI  એચ.કે.શ્રીમાળી, ASI બટુકભાઇ વિંઝુડા, HC જીણાભાઇ કટારા, હરેશભાઇ આહિર, રણજીતસિંહ દયાતર, કેશુભાઇ ગોરાણીયા, કુલદિપસિંહ જાડેજા, PC દિલીપભાઇ મોઢવાડીયા, વિરેન્દ્રસિંહ પરમાર વિગેરે રોકાયેલ હતા.

Related posts

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદનું સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન પર સળગતી ભઠ્ઠી વચ્ચે આ રીતે થાય છે

Ahmedabad Samay

ઇન્ડિયા કિડસ ફેશન વિકમાં અમદાવાદ શહેરમાં “ હેતક્ષ પ્રકાશભાઇ જાની” ની પસંદગી કરવામાં આવી

Ahmedabad Samay

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો