અમરેલી 108 દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં બાળકના ગળે નાળ વિંટળાયેલ હોવા છતા નોર્મલ પ્રસૂતિ કરાવામાં તેમજ બાળકને કૃત્રિમ શ્વાસ તેમજ સી.પી.આર આપી અને માતા તેમજ બાળકનો જીવ બચાવ્યો હતો. ગઈકાલે સવારે 8 વાગ્યે અમરેલી જિલ્લાના નાના ભંડારીયા ગામે એક સગર્ભા મહિલાને પ્રસૂતિનો દુ:ખાવો થતા અમરેલી 108 એમ્બ્યુલન્સને જાણ થતાં અમરેલી ફરજ પરના હાજર કર્મચારી ઈ.એમ.ટી. કલ્પેશભાઈ અને પાયલોટ દિનેશભાઈ સમય સૂચકતા સાથે ઘટના સ્થળે પહોંચી
અને તે મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ અને હોસ્પિટલ જવા રવાના થયા હતા અચાનક રસ્તામાં મહિલાને પ્રસુતિનો દુ:ખાવો વધતા ફરજ પરના કર્મચારીએ પ્રાથમિક તપાસ કરતા બાળકનું માથું બહાર આવી ગયેલ તેમજ તેમના ગળાના ભાગમાં નાળ વિટલાયેલ હતી તરત જએમ્બ્યુલન્સ ઊભી રખાવી રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી પણ નોર્મલ ડિલિવરી કરાવ્યા બાદ બાળકની તપાસ કરતા બાળકના હૃદયના ધબકારા તેમજ શ્વાસ ચાલતા ના હતા.
તુરંત જ 108 ના ઈ. એમ.ટી. કલ્પેશભાઈએ 108 હેડ ઓફિસના ફિજીશિયન ડો. જીતેન્દ્રની સલાહ મુજબ જરૂરી કૃત્રિમ શ્વાસ તેમજ સી.પી.આર. અને પ્રાથમિક સારવાર આપી માતા અને બાળકનો જીવબચાવ્યો આવ્યો હતો અને બંનેને પ્રાથમિક સારવાર સાથે સહી સલામત રીતે અમરેલી સિવિલ હોસ્પિટલ આગળની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સગા સંબંધીઓએ મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી તેમજ માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો તેથી 108 ના કર્મચારીનો આભાર માન્યો હતો. જિલ્લાના ઉચ્ચ અધિકારી ફયાઝ પઠાણ અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ અમરેલી 108 ની ટીમને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.