September 23, 2026
અપરાધગુજરાત

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બની ફાયરિંગની ઘટના, લુખ્ખાતત્વો બન્યા બેફામ

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં  માથાભારે શખ્સોનો ત્રાસ દિવસે ન દિવસે વધવા માંડ્યો છે. માથાભારે શખ્સો વિરુદ્ધ ત્યાંના રહીશો દ્વારા અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં પોલીસની મિલીભગતના કારણે જામીન પર છૂટી જતા હતા જેના પરિણામે માથાભારે શખ્સો એટલા બેફામ બન્યા કે આજ રોજ જાહેરમાં ફાયરીંગ કર્યું હતું આ  ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.  આ ફાયરિંગમાં એક વ્યક્તિની હાલત નાજુક જાણવા મળી રહી છે.

વસ્ત્રાલના સ્કાય લાઈન પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે આજે અચાનક એક વ્યક્તિ પર પ્રદીપ રાજપુત દ્વારા ફાયરિંગ કરતા ઈશ્વરભાઈ નામની વ્યક્તિને ઇજા થતાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરીગની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરિંગ કરી શખ્સ ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે હાલ ઘટના સ્થળ પરના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

New up 01

Related posts

ગઈ કાલે થયેલ ૧૦૭ મા અંગદાનમા બ્રેઈનડેડ મનોજભાઇના લિવર તથા બે કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓનું જીવન બદલાયું

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઑફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૧૫ મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો