July 26, 2026
અપરાધ

નાસ્તાના ૧૦૦ રૂપિયા માંગતા યુવકને પૈસાને બદલે મૌતને ઘાટ ઉતારવાનું પ્રયાસ કરાયુ, લુખ્ખા તત્વો બન્યા બેફામ

ખોખરા ખાતે રહેતા અભયસિંહ પરમાર નામનો યુવક જે મણિનગર રેલ્વે સ્ટેશન પાસે પોતાનું ગુજરાન ચલાવવા ઇડલી અને ઢોસા નો સ્ટોલ થલાવે છે, બે દિવસ પહેલા ગ્રાહક તરીકે આવેલા અમુક સખ્સો એ તેમના ત્યાં નાસ્તો કર્યો ત્યારબાદ નાસ્તા ના પૈસા ની માંગણી કરતા આવેલા આ સખ્સો એ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો, નાસ્તાના ફક્ત ૧૦૦ રૂપિયાના બાબતે શખ્સ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો,

આશરે ૧૫ થી ૧૭ જેટલા શખ્સો લાકડી, પાઇપ, પથ્થર અને તિક્ષણ હથિયાર લઇ અભયસિંહ તથા તેમના સ્ટાફ પર તુટી પડ્યા હતા ત્યારબાદ તેમના વિસ્તારમાંથી રિક્ષા બોલાવી અભયસિંહ નું અપહરણ કરી તેમના ધંધા ના ૧૫,૧૮૦ રૂપિયા તથા મોબાઇલ પડાવી લઈ તેઓ તેમને ઈસનપુર ખાતે તેમના વિસ્તાર માં લઇ ગયા અને ત્યાં જઈને ફરીથી જાનથી મારી નાખવા સુંધીની તૈયારી કરી તેમને ખુબ માર માર્યો હતો તેમના સાથી માણસો પોલીસ લઇને પહોંચતા અભયસિંહ નો જીવ બચી શક્યો હતો,

યુવક હાલ એલ જી હોસ્પીટલ મણીનગર ખાતે દાખલ કરવામાં આવ્યા.યુવકને ન્યાય અપાવવા માટે મહાકાલ સેના , કરણી સેના , દાદુભા વાઘેલા તથા વિસ્તાર ના અનેક સંગઠનો મદદ માટે આગળ આવ્યા છે,

આ સમગ્ર ઘટનામાં વિચારવા જેવું એ છે કે ફક્ત ૧૦૦રૂપિયા ન આપવા બાબતે આટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે અન્ય કોઈ બાબતને લઈને કે લુખ્ખા તત્વો દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપના કરવા માટે પોલીસને ચેલેન્જ આપવા યુવકનો ભોગ લેવામાં આવ્યું હતું ?

Related posts

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

દેશી દારૂના ધંધાર્થીઓને દરોડા પાડીને જીલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી 6 દેશી દારૂની ભઠ્ઠી મળી આવી

Ahmedabad Samay

દિલ્હી: લગ્ન કરવાની ના પાડતા યુવકે સળિયો મારીને કરી યુવતીની હત્યા, કોલેજ નજીકથી મળી લાશ

Ahmedabad Samay

નરોડા વિસ્તારના એક જ ફ્‌લેટમાં રહેતા ૬ વર્ષિય બાળક પર ૯ વર્ષિય બાળકે સૃષ્ટિ વિરુદ્ધનું ક્રુત્‍ય આચર્યું હતું. જ્‍યારે ૧૪ વર્ષિય સગીરે તેનો વીડિયો ઉતાર્યો

Ahmedabad Samay

રશિયાની રાજધાની મોસ્‍કો નજીક આવેલા ક્રોકસ સિટી હોલમાં જોરદાર આતંકી હુમલો

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો