April 25, 2024
અપરાધ

અમદાવાદ – અકસ્માત જોવા ગયેલા પીજીના યુવાનો ખુદ અકસ્માતનો ભોગ બન્યા, બે કલાક સુધી મૃતદેહો પડ્યા રહ્યા

જેગુઆર કારમાં નબીરા તથ્ય પટેલ 160મી સ્પીડે અકસ્માત જોવા ઉભેળા ટોળા પર કાર હંકારતા 9ના મોત નિપજ્યા છે. જેમાં કેટલાક પીજીમાં રહેલા 21થી 23 વર્ષ આસપાસના યુવાનો પણ સામેલ છે.

ઈસ્કોન બ્રિજ ગઈકાલે મોડી રાત્રે  ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. આ મોતની ગૂંજ એવી ભયાનક હતી કે, નરજે જોયા સિવાય સાંભળનારના પણ હાજા ગગડી જાય તેવી ભયાનક સ્થિતિ નિર્માણ થઈ છે. અકસ્માત ઈસ્કોન બ્રિજ પર કાર અને ડંપર વચ્ચે થયો હતો આ જોવા તેમજ જરુર પડતા મદદ કરવાની આશા સાથે ટોળું ભેગું થયું હતું. આ ટોળામાં થલતેજથી ઈસ્કોન વિસ્તારમાં પીજીમાં સિફ્ટ થયેલા યુવાનો પણ સામેલ હતા. કેમ કે, તેમની સાથે 9 લોકોને કચડનાર કાર ચાલકની અડફેટે પીજીના યુવાનો પણ હતા. પોતાના વ્હાલસોયા સંતાનોને કારકિર્દી માટે બોટાદ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારથી અમદાવાદમાં મોકલનાર માતા પિતા માટે આ ઘડી કેવી હશે તેની કલ્પના કરી શકાય છે.

અમદાવાદ શહેરમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર એક મોટો અકસ્માત થયો છે. જેમાં નવ લોકોના મોત થયા છે. આ સિવાય કેટલાક લોકો ઘાયલ થયા છે. ગોઝારામાં બનેલા આ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત નવ લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. એસયુવી કાર થાર અને ડમ્પર વચ્ચેની ટક્કર બાદ જેગુઆર કાર પણ ત્યાં અથડાઈ હતી. જેગુઆર કાર અને ડમ્પરે અકસ્માત જોવા આવેલા ટોળાને કચડી નાખ્યા હતા. હવે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

મૃતકોના નામ જેમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ સામેલ
નીરવ રામાનુજા (ઉંમર- 22-ચાંદલોડિયા)
કૃણાલ કોડિયા (ઉંમર 23 વર્ષ – બોટાદ)
રૌનક રાજેશભાઈ વિહળપરા (ઉંમર 23 – બોટાદ)
અરમાન અનિલ વઢવાણિયા – (ઉંમર 21 સુરેન્દ્રનગર)
અક્ષર ચાવડા – (ઉંમર 21 વર્ષ બોટાદ)
ધર્મેન્દ્રસિંહ પરમાર – 40 વર્ષીય ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
નિલેશ ખટીક – 38 વર્ષ, (બોડકદેવ  હોમગાર્ડ)
અમનભાઈ કચ્છી (ઉંમર 25 – સુરેન્દ્રનગર)
એકની ઓખળ નથી થઈ

Related posts

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ કુંધરાની કરી ધરપકડ,

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

તથ્ય પટેલ સામે આજે ફાઈલ થશે ચાર્જસીટ, 5000 પાનાની ચાર્જસીટ હશે, અન્ય એક કલમ પણ ઉમેરાશે

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

આસામ પોલીસને આતંકી સંગઠન ISISના ઈન્ડિયા ચીફ સહિત બે આતંકીઓની ધરપકડ કરવામાં મળી મોટી સફળતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો