હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?
પોલીસ એક તરફ નશાબંધી માટે તનતોડ મેહનત કરી રહી છે મોટો મોટા બુટલેગરોની ધરપકડ કરી રહી છે અને ગૃહ ખાતા દ્વારા નશાબંધી માટે મહત્વની જવાબદારી પણ પોલીસને સોપવામાં આવી છે જેથી કરીને નશાબંધી પર અંકુશ લાવી શકાય પરંતુ પોલીસ ખાતાના હેડ કોન્સ્ટેબલ જ બુટલેગર નીકળ્યો, હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઇશ્વરસિંહ વાધેલા દેશી વિદેશી દારૂ વેંચતા રંગો હાથે ઝડપાઈ ગયા છે. વિક્રમસિંહની દારૂ વેચવાની બાબતે તેમની હિંમતની દાદ આપવી પડે, કારણકે વિક્રમસિંહ શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ જ આવેલ માંધુપુરા પોલીસ લાઇન આવેલ છે ત્યાં પોતાની ગાડીમાં વિદેશી દારૂ વેચતો હતો.
પોલીસને આ અંગે બાતમી મળતા તપાસ અર્થે મધુપુરા પોલીસ લાઈનમાં જતા બાતમી અનુસાર પોલીસ લાઈનના મેદાનમાં એક સ્વીફ્ટ ડિઝાયર ગાડી પાર્ક કરેલી હાલતમાં જોતા ગાડીની તપાસ ગાડીમાંથી હેડ.કોન્સ્ટેબલ વિક્રમસિંહ ડ્રાયવર સીટ પર જોવા મળ્યા અને ગાડીની તપાસ કરતા ડેકીમાંથી વિદેશી દારૂની બોટલો નજરે ચડી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ગાડી માંથી ૧૫૦ જેટલી વિદેશી દારૂની બોટલો કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.