August 14, 2026
અપરાધ

NEET પેપર લીક મામલે દેશભરમાંથી અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરવામાં આવી

દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી NEET પરીક્ષામાં પેપર લીક મામલે તપાસ એજન્સીઓએ સપાટો બોલાવ્યો છે. દેશભરમાંથી અત્યાર સુધીમાં 16 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં હવે ‘મહારાષ્ટ્ર કનેક્શન’ પણ સામે આવ્યું છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં નાસિકથી એક શંકાસ્પદ વિદ્યાર્થીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલાની ગંભીરતાને જોતા હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBI પણ મેદાને આવી છે.

તપાસ એજન્સીઓએ મહારાષ્ટ્રના નાસિકમાંથી 30 વર્ષીય શુભમ ખૈરનાર નામના યુવકની અટકાયત કરી છે. શુભમ BAMS (આયુર્વેદિક મેડિકલ) ના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. તે નાસિકના ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો અને સાથે જ એજ્યુકેશનલ કાઉન્સેલર તરીકે પણ કાર્યરત હતો. પોલીસને શંકા છે કે તે આ પેપર લીક રેકેટમાં મહત્વની કડી સાબિત થઈ શકે છે.

આરોપી પોલીસથી બચવા માટે સતત પ્રયાસો કરી રહ્યો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે હુલિયો પણ બદલી નાખ્યો હતો અને માથાના વાળ કપાવીને મુંડન કરાવી લીધું હતું. જોકે, નાસિક ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને જૂના ફોટાના આધારે તેને ઓળખી કાઢ્યો હતો. જ્યારે તે દર્શન કરવા માટે મંદિર જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે જાળ બિછાવીને તેને દબોચી લીધો હતો.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ પાસે જે કથિત ‘ક્વેશ્ચન બેંક’ હતી, તેમાંથી અંદાજે 140 પ્રશ્નો અસલી પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે મેચ થયા છે. NEETની પરીક્ષામાં દરેક સવાલ 4 ગુણનો હોય છે, જેનો અર્થ એ થાય કે જે વિદ્યાર્થીઓ પાસે આ મટીરિયલ પહોંચ્યું હશે તેમને સીધો 560 થી 600 ગુણનો ફાયદો થયો હોઈ શકે છે. આ ખુલાસા બાદ પરીક્ષાની પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષાના થોડા દિવસો પહેલા કેટલાક વિદ્યાર્થીઓને દિલ્હીથી ફોન આવ્યો હતો કે ‘પેપર તૈયાર છે’. ત્યારબાદ રાજસ્થાનના સીકરમાં આ પેપર ઝડપથી ફેલાવા લાગ્યું હતું. શરૂઆતમાં આ પેપર મોટી રકમમાં વેચવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તે 5 થી 30 હજાર રૂપિયામાં અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. હાલમાં CBI અને વિવિધ રાજ્યોની પોલીસ આ આખા નેટવર્કને તોડવા માટે દેશભરમાં દરોડા પાડી રહી છે.

Related posts

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

સુરતના ત્રણ યુવકોને પિસ્તોલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી, પોલીસે પકડ્યા બાદ મોટી હકીકત આવી સામે

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

અમદાવાદના કૃષ્ણનગરમાં જ્યોતિ ગોલ્ડ પેલેસ જવેલર્સની દુકાનમાં તોડફોડ કરી

Ahmedabad Samay

કાર બ્લાસ્ટને તપાસ એજન્સીઓ આ ઘટનાને જૈસ-એ-મોહમ્મદ સંગઠનનો આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે

Ahmedabad Samay

મોરબીના વિસીપરામાં જૂની અદાવતનો ખાર રાખી ૧૧ ઇસમોએ પરિવાર પર હુમલો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો