August 26, 2026
રેપ
અપરાધગુજરાત

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા, પીડિતાને બ્લેકમેઇલ કરી બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચર્યું

મેગા સિટી અમદાવાદમાં ગુનેગારો કેટલા બેફામ બન્‍યા છે તેનો જીવતો જાગતો પુરાવો ૨૩ મે ૨૦૨૬ના રોજ સામે આવ્‍યો. જ્‍યારે એક પીડિત યુવતી ન્‍યાયની આશા સાથે શહેરકોટડા પોલીસ સ્‍ટેશને પહોંચી.

પીડિતાનો એક પરણિત પુરુષ મિત્ર હતો, જેની સાથે તે અવારનવાર હરવા-ફરવા કે જમવા જતી હતી. આ વાતની ભનક બે સ્‍થાનિક મજૂરોને લાગી ગઈ. આ નરાધમોએ યુવતીના અંગત ફોટા પોતાની પાસે હોવાનો દાવો કર્યો અને શરૂ કર્યો બ્‍લેકમેલિગનો ગંદો ખેલ. હેવાનોએ ધમકી આપી કે જો તે તેમની વાત નહીં માને તો ફોટા વાયરલ કરી આખા સમાજમાં પરિવારને જીવવા જેવો નહીં રાખે.

પરિવાર પર આવનારા જોખમ અને સામાજિક બદનામીના ડરથી આ માસૂમ યુવતી અંદરથી ફફડી ગઈ અને લાચાર બની ગઈ. આ જ લાચારીનો ફાયદો ઉઠાવીને બંને કસાઈઓ યુવતીને બળજબરીપૂર્વક નિકોલ વિસ્‍તારની એક હોટલમાં ખેંચી ગયા. હોટલના બંધ રૂમમાં આ નરાધમોએ પીડિતાની આજીજીઓ ન સાંભળી અને એક નહીં પણ બે-બે વાર સામૂહિક દુષ્‍કર્મ આચરી માનવતાને ફરી એકવાર શર્મસાર કરી મૂકી.

ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં જ બંને નરાધમો મિત ઉર્ફે મયંક મકવાણા અને તેજસ ઉર્ફે જોગી ચાચા લેઉવાને દબોચી લીધા.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું કે બંને આરોપીઓ પોતે પરણિત હોવા છતાં આટલી નીચ માનસિકતા ધરાવે છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. પીડિતાએ આશંકા વ્‍યક્‍ત કરી છે કે દુષ્‍કર્મ દરમિયાન આરોપીઓએ મોબાઈલમાં વીડિયો પણ શૂટ કર્યો હતો. જેથી પોલીસે બંનેના મોબાઈલ ફોન જપ્ત કરી સત્‍ય બહાર લાવવા માટે જ્‍લ્‍ન્‍માં મોકલી આપ્‍યા છે. પરંતુ સવાલ એ જ છે કે અમદાવાદ જેવા સુરક્ષિત શહેરમાં દીકરીઓ ક્‍યાં સુધી આવી રીતે બ્‍લેકમેલ થતી રહેશે?.

Related posts

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો