August 26, 2026
ગુજરાત

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું

શ્રી હાંડે ના મહોલ્લાના મરાઠા પંચ ના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ (રજી. નં. એ-31) દ્વારા મરાઠી સમાજના કલા અને સાંસ્કૃતિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 23 અને 24 મે 2026 ના રોજ સવારે 9:00 થી 12:00 દરમિયાન “મધુબાની આર્ટ વર્કશોપ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખમાસા બી.આર.ટી.એસ. બસ સ્ટોપ નજીક, રાયખડ ચાર રસ્તા, રાયખડ, અમદાવાદ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં 7 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપક્રમમાં ભાગ લેનાર લોકોને મધુબાની કલાની ઓળખાણ, સ્કેચિંગ અને રંગકામની તાલીમ શ્રીમતી વર્ષા કૌઠાળકર દ્વારા આપવામાં આવી હતી.

જરૂરી મહત્વપૂર્ણ સાધનો અને સામગ્રી મંદિર ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને ભારતીય પરંપરાગત કળા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિ સાથે જોડવાનો હતો.

Related posts

અમદાવાદમાં કોરોના બેફામ બન્યો, ૭૫ % થી વધુ બેડો ભરાયા

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

ધો.૧૦ પાસ યુવાનો માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માં એક સુવર્ણ તક, કોસ્ટ ગાર્ડમાં ૧૦ પાસ પર આવી ભરતી

Ahmedabad Samay

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો