કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરનેમ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ તેમની સામે ભાજપ નેતા પૂર્ણેશ મોદી દ્વારા બદનક્ષી કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આજે ફરિયાદી પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે એવી માહિતી સૂત્રો થકી મળી છે.
મીડિયા અહેવાલ મુજબ, આ કેસ હેઠળ અગાઉ કોર્ટ દ્વારા ભાજપ નેતા પૂર્ણેશ મોદીને નોટિશ પાઠવવામાં આવી હતી જેનો જવાબ મંગળવારે પૂર્ણેશ મોદી કોર્ટમાં રજૂ કરી શકે છે. રાહુલ ગાંધીએ તેમને થયેલી સજા પર સ્ટે માટેની અરજી સુરત સેશન્સ કોર્ટમાં કરી હતી, જેની સામે પૂર્ણેશ મોદી વાંધો ઊઠાવ્યો હતો. ફરિયાદી પૂર્ણેશ મોદી તરફથી વકીલ કેતન રેશમવાલા કોર્ટમાં હાજર રહેશે. જણાવી દઈએ કે ગત સુનાવણીમાં સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા.
વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ
ઉપરાંત, અપીલની સુનાવણી સુધી સજા પર સ્ટે આપ્યો હતો. હવે આ મામલે મંગળવારે બપોરે 2 વાગ્યે ફરિયાદી પક્ષ તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવી શકે છે. આજે મુખ્ય જિલ્લા સરકારી નયન સુખડવાલા અને ફરિયાદીના વકીલ કેતન રેશમવાલા સાથે દલીલો કરશે. તો સરકાર પક્ષ પણ કેસમાં જોડાયો છે. આ કેસમાં વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરાવામાં આવશે.