July 22, 2026
અપરાધ

અમદાવાદના નરોડા વિસ્તારમાં આખેઆખી નકલી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી મંત્રી બાદ  અમદાવાદમાં આખેઆખી નકલી હોસ્પિટલ ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે. નરોડા વિસ્તારમાં ચાલતી આ નકલી હોસ્પિટલમાં ICUઅને ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવ્યા હતા. જોકે અંતે ભાંડો ફુટી જતા પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સંચાલકની ધરપકડ કરાઈ છે. નરોડા પોલીસે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનાં નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ મહાશયે નરોડા વિસ્તારમાં નાના ચીલોડા ખાતે શીખર એવન્યુ કોમ્પલેક્ષમાં દુકાન ભાડે રાખી હોસ્પિટલ શરૂ કરી હતી. એટલુ જ નહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સહિ સિક્કા વાળુ ખોટુ ફોર્મ સી બનાવી કોઈ પણ જાતના રજીસ્ટ્રેશન વીનાં થ્રી સ્ટાર નામની હોસ્પિટલ શરૂ કરી, જેમાં ICU ટ્રોમા સેન્ટર બનાવી નાખ્યું. કોઈ પણ જાતની ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરી, હોસ્પિટલનાં નામનાં ખોટા સિક્કા બનાવી તેનો ઉપયોગ કરી મેડિકલ પોલીસીનાં ક્લેઈમ પાસ કરાવ્યા હતા. આ આરોપીએ અલગ અલગ ડોક્ટર્સના નામનો અને તેઓને મળેલા રજીસ્ટ્રેશન નંબરનો દૂરઉપયોગ કરી સારવાર સર્ટી બનાવ્યા, તેમજ દર્દી પાસેથી સારવારનાં પૈસા વસૂલી 4 જેટલી પોલીસીનાં 2 લાખ 8 હજાર 672 રૂપિયાનો ક્લેઈમ મંજૂર કરાવી દર્દીઓને પૈસા પરત અપાવવાની બાંહેધરી આપી વિમા કંપની તેમજ પોલીસી ધારકો સાથે ઠગાઈ આચરી હતી.

નવરંગપુરા વિસ્તારમાં રહેતા અને HDFC અર્ગો જનરલ ઈન્શ્યોરન્સ કંપનીમાં આસીસટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર શ્રીનીવાસ જનારામુએ આ અંગે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેઓએ વર્ષ 2024માં નરોડા પોલીસ મથકે અરજી કરી હતી, જેમાં તેઓની કંપનીનાં મેડિક્લેઈમ પોલીસી ધારક રમેશ પટેલે તેઓની પત્ની સુમિત્રાબેન પટેલની થ્રી સ્ટાર હોસ્પિટલમાં ડોક્ટર મેહુલ સુતરીયા પાસેથી સારવાર લીધી હોય તેની ફાઈલ મુકી હતી. જેથી કંપનીનાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર તેજસ ગોરસીયાએ હોસ્પિટલમાં તપાસ કરતા ત્યાં કોઈ ડોક્ટર મળી ન આવતા સ્ટાફને પુછતા દર્દીનાં સારવારનાં કાગળો કે ડોક્ટર મેહુલ સુતરીયાનું સારવાર સર્ટી રજૂ કરી શક્યુ ન હતું. જેથી ઈન્વેસ્ટીગેશન ઓફિસરને શંકા જતા મહિલા દર્દીનો સંપર્ક કરતા થ્રી સ્ટાર હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટેલની દેખરેખમાં સારવાર લીધી હોવાનું જણાવ્યું હતું.

જેથી વધુ તપાસ કરતા મેહુલ સુતરીયાનો રજીસ્ટ્રેશન નંબર ગુજરાત મેડિકલ કાઉન્સીલને મોકલતા તે રજીસ્ટ્રેશન નંબર ડોક્ટર ભુપત મકવાણાનો હોવાનો ખુલાસો થયો હતો.  વધુ તપાસ કરાતા સામે આવ્યું કે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલે દર્દી પાસેથી સારવારનાં 44,844 રૂપિયા લીધા હતા અને આ જ રીતે ગીતાબેન પરમાર અને સુરેખા બજરંગે નામની મહિલા દર્દીની ફાઈલમાં ડોક્ટર ધ્રુવેશ શેઠે સારવાર કરી હોવાનું લખાણ લખ્યું હતું. જેનો સંપર્ક કરતા તેઓ એલ.જી હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હોય અને આવી કોઈ હોસ્પિટલ સાથે જોડાયેલા ન હોવાનું અને કોઈ દર્દીની સારવાર કરી ન હોવાનું જણાવ્યું હતું, તેવી જ રીતે રવિ કુમાર શર્મા નામનાં દર્દીએ આ હોસ્પિટલમાં ડોક્ટર ક્રિષ્ણા વંસોલા પાસેથી સારવાર લીધી હોવાની ફાઈલ હતી. જેઓનો સંપર્ક કરતા તેઓ વિઠ્ઠલપુર ખાતે ધનવંતરી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનું અને આ થ્રી સ્ટાર હોસ્પિટલ સાથે કોઈ લેવા દેવા ન હોવાનું જણાવ્યું હતું. જે દર્દી પાસેથી સંજય પટેલે 70,201 રૂપિયા સારવારનાં લીધા હતા. જેથી આ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલે બોગસ હોસ્પિટલ શરૂ કરી આ રીતે દર્દીઓની વિના ડિગ્રીએ સારવાર કરી મેડીક્લેઈમનાં પૈસા મેળવવા માટે ઠગાઈ આચરતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે તપાસ કરતા આ આરોપી સંજય પટેલે 2024થી આ બોગસ હોસ્પિટલ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે અને અગાઉ તેણે આ રીતે નવરંગપુરામાં પણ નકલી હોસ્પિટલ ચાલુ કરી હોવાનું સામે આવ્યું છે, જેથી આરોપીએ અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર કરી અને અન્ય કોઈ આરોપી આ આરોપી સાથે ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે

Related posts

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદ: નિકોલમાં 25 વર્ષીય ડોક્ટરે હાથમાં એનેસ્થેસિયાના ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો, 5 મહિના પહેલા જ થયા હતા લગ્ન

admin

પતિ સાથે વારંવાર થતાં ઝગડાથી કંટાળી પત્નિએ સિંદૂર પી ગળેફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

Ahmedabad Samay

કદાચ જો ગુનેગારના હાથ કે પગ કાપી નાખવામાં આવે, તો જ લોકો કાયદાનું પાલન કરવાનું મહત્‍વ સમજશે : કર્ણાટક હાઇકોર્ટ

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, આજે ક્રાઇમ બ્રાંચ કરી શકે છે આ કામ!

admin

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો