July 21, 2026
Other

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

ઓઢવ પોલીસે દ્વારા “ઓઢવ દર્શન ધામ સોસાયટીના ગેટ પાસે આવેલ વનીતા મેટલ નામની દુકાનમાં સદરી દુકાનદાર ગે.કા. રીતે ગેસ રીફીલિંગ કરે છે.’ એ માહિતીના આધારે રેઈડ કરતા આરોપી નામે ઉદયસિંહ ઉર્ફે દિનેશ ચતરસિંહ જાતે-રાજપુત ઉ.વ.૩૯ રહે. મ.નં.એસ/૩૦૫ અબજીપાબા, બાપા સિતારામ ચોક, વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળવતન ગામ :ભાડવી તા.ભીન્નમાલ તા.ભીન્નમાલ જિ.જાલોર, થાના. બાગોડા રાજસ્થાન નાઓ દુકાનમાં ગેસના મોટા બાટલામાંથી વાલ્વવાળી પાઈપ લગાવી નાના બાટલામાં રિફીલીંગ કરતા મળી આવેલ,

તેમજ સદર દુકાનમાં બે ગ્રાહકો મળી આવેલ જેઓ ૫ કિલોના નાના બાટલામાં ગેસ ભરાવી રિફીલીંગ પેટે આરોપીને પૈસા ચુકવેલ હોવાનુ જણાવેલ બાદ સદરી આરોપીનુ ગોડાઊન દુકાનની પાછળ આવેલ હતું જ્યાં  આરોપીને સાથે રાખી તપાસ કરતા અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા તેમજ ખાલી ગેસના બાટલા કુલ્લે નંગ:૭૯ કિ.રૂ.૨,૫૭,૯૦૦/- તથા વાલ્વ સાથેની પાઈપ કિ.રૂ.૮૦૦ તથા ઈલેક્ટ્રીક વજન કાંટો કિ.રૂ.૩૦૦૦-/ મળી કુલ્લે કિ.૨,૬૧,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરી સદરી આરોપીએ પોતાના કબ્જાની દુકાનમા તથા ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરી માણસોની જીંદગી જોખમમાં મુકાય તેમ હોવા છતા જવલનશીલ પદાર્થ અંગે બેદરકારી દાખવી ગુન્હો કરેલ હોય ઉપરોક્ત તમામ મુદામાલ કબ્જે કરી સદરી ઈસમ વિરૂધ્ધ ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં./૧૧૧૯૧૦૩૭૨ ૬૦૯૮૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૭ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

Related posts

રોજ રાતે સૂતા પહેલા ૨ થી ૩ લવિંગ મોઢામાં ચાવવાથી થાય છે અનેક ફાયદા

Ahmedabad Samay

આ વખતે કોંગ્રેસના ‘ચાણક્ય’ અશોક ગેહલોતની ચતુરાઈના કારણે ભાજપનું મિશન 25 અધૂરું રહી શકે છે.

Ahmedabad Samay

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

મધ્યપ્રદેશમાં પરિણામ બાદ કમલનાથનું આવ્યું નિવેદન

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો