ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જરૂરીયાતમંદ લોકો સાથે મીઠાઈ વહેંચીને દીવાળી પર્વ ની ઉજવણી કરવામાં આવી. ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ લોકો ને દર વર્ષે મીઠાઈ આપવામાં આવે છે આ કાર્ય થી લોકો ના મુખે સ્મિત જોવા મળ્યું હતું જે ખરેખર અદભૂત હતું
ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમ્યાન તહેવારો માં આવી સેવા કરી ને જરૂરીયાતમંદ લોકો ની ખુશી માં સહભાગી બને છે અને દરેક તહેવાર ની ઉજવણી કરે છે અને ટ્રસ્ટ દ્વારા સિવિલ 1200 બેડ માં પણ ગરીબ દર્દી ના સગાને દર અઠવાડિયે ભોજન આપવા માં આવે છે અને જરૂરિયાત બાળકો ને ભણાવા માં મદદ કરે છે અને આ ટ્રસ્ટમાં બધા લોકો ઉત્સાહભેર ભાગ લઈ ને જરૂરીયાતમંદ લોકો ની ખુશી માં સહભાગી બને છે,
આ શુભકાર્યને સફળ બનાવવા માટે દાન આપનાર મિત્રોનો પણ ખુબ આભાર. આ વિતરણમાં બંસીલાલ ચેચાની,કમલભાઈ ત્રિવેદી,પારિતોષ રાઠોડ,રવિન્દ્ર કુમાર,ભાગ્યેશ પરમાર,ડો શ્યામ સાવલિયા,ડો રિપ્પલ શાહ,ડો ઋત્વિક પરીખ,મંથન દોંગા,અજીતભાઈ વૈષ્ણવ,જગદીશભાઈ,દીપક કટારીયા,ઉત્તમ પરમાર,જયપાલ દવે,કામિલ વાઘેલા,આદિલ સૈયદ,પ્રકાશ પટની, અને સરફરાજ મન્સૂરીએ હાજરી આપી હતી.
