કડકતી ઠંડીની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે આ સપ્તાહના અંતમાં ગુજરાતમાં માવઠાની . હાલ સવારનું અને દિવસનું તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે તેમ ઉંચુ જ રહેશે. માવઠાના દિવસોમાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
છેલ્લા ઘણા દિવસથી મહતમ અને ન્યુનતમ તાપમાન નોર્મલથી ઉંચા જ રહે છે. ખાસ કરીને શિયાળાની ઠંડી પડવી જોઈએ તેવો માહોલ જોવા મળતો નથી. જેમાં અમદાવાદ ૨૧.૮, રાજકોટ ૨૪.૨, ડીસા ૨૦, વડોદરા ૨૨.૨ ડીગ્રી આમ, આ બધા નોર્મલથી પાંચેક ડીગ્રી ઉંચા છે.
હાલમાં નોર્મલ મહતમ તાપમાન ૩૩ ડીગ્રી આસપાસ ગણાય અને ન્યુનતમ તાપમાન ૧૭ થી ૧૮ ડીગ્રી ગણાય. જયારે રાજસ્થાન નજીક ગુજરાત બોર્ડર ૧૫-૧૬ આસપાસ ગણાય.
તા.૨૧ થી ૨૭ નવેમ્બર સુધીની આગાહીમાં તા.૨૪ આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોર્થ ઈન્ડિયામાંથી પસાર થાય છે. જેના લીધે ૫.૮ કિ.મી. અને તેની ઉપરના લેવલમાં ફૂલ સ્પીડ પવનો સાથેનો મજબૂત ટ્રફ થશે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ જાય ત્યારે નોર્થ ઈસ્ટ અરબીસમુદ્ર અને ગુજરાત રાજય ઉપરથી પસાર થશે. જે વધુ દક્ષિણ તરફ સરકી આવે છે.
ઉપરોકત પરીબળના લીધે તા.૨૫ થી ૨૭ નવેમ્બર દરમ્યાન સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં માવઠાની શકયતા છે.આગાહી સમયમાં પવન મુખ્યત્વે ઉતર- પૂર્વ અને ઉત્તરના રહેશે અને અમુક દિવસ પૂર્વના પવન રહેશે.
આગાહી સમયમાં ન્યુનતમ તાપમાન નોર્મલથી વધુ જ રહેશે અને માવઠાની અસરના સમયે ન્યનુતમ તાપમાન એક- બે દિવસ નીચુ આવી જશે.
