July 21, 2026
ગુજરાત

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

શહેરના બાપુનગર વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં કેટલાક દેખાવકારો રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા. દેખાવો કરી રહેલા લોકોએ હાથમાં પ્‍લેકાર્ડ્‍સ અને બેનરો સાથે સરકાર સામે ભારે સૂત્રોચ્‍ચાર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, દેખાવકારોએ કેન્‍દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ દરમિયાન દેખાવકારોએ ‘‘ભાજપ હાય હાય”અને ‘‘ધર્મેન્‍દ્ર પ્રધાન રાજીનામું આપે” જેવાં તીવ્ર સૂત્રોચ્‍ચાર કરીને પોતાનો આક્રોશ ઠાલવ્‍યો હતો.

ઘટનાને પગલે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવી રાખવા માટે સ્‍થળ પર ઉચ્ચ કક્ષાના ઉચ્‍ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્‍યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને દેખાવકારોની અટકાયત કરી હતી.

લો ગાર્ડને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ કાર્યવાહી દરમિયાન મહિલા પ્રદર્શનકારીઓની પણ ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં અટકાયત કરવામાં આવી હતી. હાલમાં પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સમગ્ર લો ગાર્ડન વિસ્‍તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

Related posts

હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિયન દ્વારા વૃક્ષારોપણ, વેકસીનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો