અમદાવાદ- અધ્યાપકના સ્યુસાઈડ બાદ એલ.ડી. કોલેજે લીધો આ મહત્વનો નિર્ણય
આજે એલડી કોલેજમાં પ્રોફેસર માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુસર વર્કશોપ યોજવામાં આવશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ દ્વારા અધ્યાપકના સ્યુસાઈડ બાદ મહત્વનો નિર્ણય લેતા કોલેજ હવેથી સ્ટ્રેસ મેનેજમેન્ટના પાઠ અધ્યાપકોને ભણાવશે. એલડી કોલેજમાં અધ્યાપકે સ્ટ્રેસના કારણ સાથે સ્યુસાઈડ કરી લેતા છેલ્લા કેટલાક સમયથી એલડી કોલેજ વિવાદમાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા પણ ભારે વિરોધ આ મામલે કરાયો હતો.
કોલેજમાં વિવિધ 17 વિષયોમાં કાર્યરત 250 જેટલા અધ્યાપકો માટે કોલેજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવાની પણ યોજના છે. ઈલેક્ટ્રીકલ વિભાગના એસોસિયેટ પ્રોફેસરની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ કરીને આજની ફાસ્ટ લાઈફ સ્ટ્રેસ મેનેજમેન્ટ ધ્યાનમાં રાખી કોલેજ દ્વારા આ બાબતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જે માટે આજે મંગળવારે કોલેજમાં પ્રોફેસર માટે સ્ટ્રેસ મેનેજમેન્ટના હેતુસર વર્કશોપ યોજવામાં આવશે. એપ્લાઇડ મિકેનિક્સ વિભાગના હોલમાં સાંજે 4.30 કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં એક્સપર્ટ દ્વારા કેટલીક બાબતો વિશે અધ્યાપકોને પણ અવગત કરાવવામાં આવશે, આગામી સમયમાં પણ આ પ્રકારે કાર્યક્રમો યોજવામાં આવશે.