July 25, 2026
અપરાધ

NEET પેપર લીક કરનાર દોષિત ઠરનારાઓ માટે ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે

કેન્‍દ્ર સરકારે આ માફિયાઓનું ખાતમો બોલાવવા માટે નિર્ણાયક ડગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીના અધ્‍યક્ષપદે યોજાયેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મહત્‍વપૂર્ણ બેઠકો બાદ કેન્‍દ્રીય મંત્રીમંડળે જાહેર પરીક્ષા (અન્‍યાયી ઉપાયો નિવારણ) અધિનિયમ, ૨૦૨૪માં વધુ કડક સુધારા ધરાવતા ડ્રાફ્‌ટ બિલને મંજૂરી આપી દીધી છે.

ખુદ વડાપ્રધાને આ મુદ્દાને અત્‍યંત ગંભીર ગણાવતા સ્‍પષ્ટ કર્યું છે કે પેપર લીક એ નાની બાબત નથી પરંતુ લાખો યુવાનોના સપના અને તેમના પરિવારોના ભવિષ્‍ય સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો છે, તેથી દોષિતો સામે કોઈ પણ જાતની દયા દાખવવામાં આવશે નહીં.

નવા સુધારેલા બિલમાં પેપર લીક કરનારી ગેંગ અને સંગઠિત માફિયાઓ સામે એવા કડક નિયમો ઘડવામાં આવ્‍યા છે કે જે ગુનેગારોમાં ભય પેદા કરશે. આ કાયદા હેઠળ દોષિત ઠરનારાઓ માટે ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કેસોનો ઝડપી નિકાલ થાય અને પીડિત વિદ્યાર્થીઓને વિલંબ વગર ન્‍યાય મળી રહે તે માટે વિશેષ ફાસ્‍ટ-ટ્રેક કોર્ટોને કાનૂની મંજૂરી આપવામાં આવી છે. આ ફાસ્‍ટ-ટ્રેક કોર્ટોને માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ સમગ્ર તપાસ પૂર્ણ કરી ચુકાદો આપવાની આકરી સત્તા પણ સોંપવામાં આવશે.

બીજી તરફ, રાજધાની દિલ્‍હીમાં રસ્‍તા પર ઉતરેલા વિરોધ પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્‍ચે વાટાઘાટોનો દોર પણ તેજ બન્‍યો છે. આંદોલન કરી રહેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અને કેન્‍દ્રીય મંત્રીઓ વચ્‍ચે દિલ્‍હીના કોન્‍સ્‍ટિટયુશન ક્‍લબ ઓફ ઈન્‍ડિયા ખાતે મહત્‍વની બેઠક યોજાઈ હતી. CJPએ સરકારી નિવાસસ્‍થાનોના બદલે તટસ્‍થ સ્‍થળે મળવાનો આગ્રહ રાખ્‍યો હતો, જેને સરકારે સ્‍વીકારીને મંત્રણાનો માર્ગ ખુલ્લો રાખ્‍યો હતો. વિદ્યાર્થી જૂથો દ્વારા કેન્‍દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાનના રાજીનામા, ગેરરીતિઓ માટે જવાબદારી નક્કી કરવાની અને વિરોધ દરમિયાન દાખલ કરાયેલા કેસો પરત ખેંચવાની મુખ્‍ય માગણીઓ ટેબલ પર મૂકવામાં આવી છે.

સરકાર હાલમાં બેવડી રણનીતિ પર કામ કરી રહી છે; એક તરફ વાતચીત અને સંવાદ દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓનો આક્રોશ શાંત પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ આગામી ચોમાસુ સત્રમાં આ સુધારેલું બિલ સંસદમાં રજૂ કરીને કાયદાકીય કડકાઈ સુનિヘતિ કરવામાં આવી રહી છે. પરીક્ષા પ્રણાલીમાં સંપૂર્ણ પારદર્શિતા, નિષ્‍પક્ષતા અને જવાબદારી લાવવા માટેનો આ કાયદો દેશના યુવા ધનને સુરક્ષિત ભવિષ્‍યની ખાતરી આપવાના દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે.

Related posts

કચ્છ: ડ્રગ્સ હેરાફેરીના કેસમાં આજે ગુજરાત ATS ભુજ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજૂ કરશે

Ahmedabad Samay

આંતકી હુમલા પર મહિલા પ્રવાસીએ એક ચોંકાવનારી વાત કહી છે. મહિલાએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ પહેલા લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યું અને પછી તેમને ગોળી મારી

Ahmedabad Samay

અમદાવાદ: સીજી રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, વળાંક લેતા એકબીજાને અથડાઈ, એકને ગંભીર ઇજા, અન્ય એક કારચાલક ફરાર

Ahmedabad Samay

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો