અમદાવાદ શહેર નિકોલ પોલીસ સ્ટેશન માં પોલીસ કર્મચારીઓ દ્વારા મુકેશ કુમાર યાદવ નામના વ્યક્તિ સાથે અમાનુષી અત્યાચાર કરી કોઈ પણ ગુન્હા વગર ખોટો કેસ કરી ઢોર માર મારવામાં આવ્યું હતું.
મુકેશકુમાર યાદવ સગાને જામીન આપવા માટે રાત્રે નિકોલ પોલીસ સ્ટેશને પહોંચતા ત્યાં ફરજ ઉપર હાજર પોલીસ કર્મચારી ઓન ડ્યુટી દારૂના નશા માં ચૂર હોઈ મુકેશ કુમાર યાદવને બીભત્સ ગાળો બોલી એના વૃદ્ધ પિતાને ત્રણ વાર લાફા મારી મુકેશ કુમાર યાદવ ને દોરડા થી બાંધી સાત થી આઠ પોલીસે મળીને લાકડી , બેલ્ટ જે હાથમાં આવ્યું તે તે લઈ એક આતંકવાદી ની જેમ તૂટી પડ્યા હતા અને ખૂબજ અમાનુષી રીતે માર મારી ઘાયલ કરેલ છે .
પોલીસ કાયદા ની રક્ષક હોવા છતાંય ઉપરોક્ત વ્યક્તિ ની લાગણી દુભાય એ રીતે પ્રાંતવાદી શબ્દો કહી અપમાનિત કરી બીભત્સ ગાળ બોલી પોલીસે ગુન્હો આચરેલ છે.
જે અંતર્ગત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા નિવેદન કરતા જણાવ્યું હતું કે.“સાહેબને નમ્ર નિવેદન છે કે ઉપરોક્ત કેસ માં કાયદાકીય પગલાં લઈ યોગ્ય તપાસ કરી ગુન્હા માં સામેલ પોલીસવાળાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા માં આવે . તેમજ આ ગુન્હા માં સામેલ તમામ પોલીસવાળાઓ ની અન્યત્ર બદલી કરી યોગ્ય તપાસ કરવા માં આવે . ઉપરોક્ત બનાવમાં નિકોલ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ની ભૂમિકા ખૂબજ નિષ્ક્રિય અને નીરસ હોઈ એમની પણ અન્યત્ર બદલી કરી ન્યાય અપાવવા મહેરબાની કરશોજી”