February 9, 2025
અપરાધ

અમદાવાદ – રીમાન્ડ પર રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ડ્રગ્સ મામલે આ પ્રકારના થયા ખુલાસાઓ

લોરેન્સ બિશ્નોઈ અત્યારે ડ્રગ્સ કેસ મામલે રીમાન્ડ પર છે ત્યારે ગુજરાતમાં લવાયેલા ગેંગસ્ટર મામલે એટીએસને કેટલીક વિગતો મળી છે. જેમાં તે ડ્રગ્સની હેરફેર માટે ગુજરાતના દરીયા કીનારાને બેઝ બનાવતો હતો. જ્યાં તે સ્થાનિક સ્તરે તેની સાથે કામ કરે તેવા લોકો તૈયાર કરતો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત એટીએસ હવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સરહદ પાર ડ્રગ સ્મગલિંગ મામલે પૂછપરછ કરી રહી છે. ગુજરાત ATSએ છ મહિના જૂના કેસમાં લોરેન્સ બિશ્નાઈને કચ્છ જિલ્લાની નલિયા કોર્ટમાં રજૂ કરાયા બાદ રીમાન્ડ માંગી આ પૂછપરછ કેટલાક દિવસથી શરુ કરી છે. આ દરમિયાન એટીએસ લોરેન્સના પાકિસ્તાન કનેક્શનની તપાસ કરી રહી છે.

ગુજરાત ATSને અત્યાર સુધીની નવ દિવસની પૂછપરછમાં લોરેન્સ બિશ્નોઈના દેશભરમાં ફેલાયેલા નેટવર્ક અંગે ઘણી ચોંકાવનારી માહિતી મળી છે. જેમાં તે પંજાબમાં ડ્રગ્સનું સર્ક્યુલર નેટવર્ક સ્થાપિત કરવા માંગતો હતો. જેના માટે બહારથી મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત એટીએસને ગુજરાતમાં તેની સાથે સંકળાયેલા લોકોની કડીઓ પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે લોરેન્સના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અન્ય લોકોની ધરપકડ થવાની શક્યતાઓ પણ છે.

ગયા વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડે એક બોટ પકડી હતી. આ બોટમાં પાકિસ્તાનથી કરોડોના હેરોઈનની ડિલિવરી હતી. ડિલિવરી લેવા પહોંચેલા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. કરોડોની હેરોઈનની ડિલિવરીમાં લોરેન્સનું નામ આવ્યું હતું. ત્યાર બાદ લોરેન્સની પૂછપરછ ગુજરાત લાવીને તેજ કરવામાં આવી છે. જેમાં કેટલાક અન્ય ખુલાસાઓ પણ આગામી સમયમાં થઈ શકે છે.

છેલ્લા કેટલાક મહિનાઓથ ગુજરાત એટીએસએ કોસ્ટગાર્ડ સાથે મળીને કરોડોના ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે ત્યારે આ મામલે અગાઉ પાકિસ્તાનના કનેક્શન પણ મળ્યા હતા. ત્યારે લોરેન્સ પણ  ડ્રગ્સની હેરફેર માટે ગુજરાતના દરીયા કીનારાને બેઝ બનાવતો હતો. આ મામલે તેને મદદ કરનાર કોણ કોણ હતા એ મામલે પણ તપાસ તેજ કરાશે.

Related posts

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે 36 કલાકનો પ્રવાસ કરી માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરાશે!

admin

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

મણિપુરમાં હિંસા બાદ 12 હજારથી વધુ લોકોએ મિઝોરમમાં આશ્રય લીધો

Ahmedabad Samay

નરોડામાં “આર્મી મેન”ના બહુ ચર્ચિત કેસમાં આર્મી મેનને આગોતરા જામીન મેળવવા માટે વલખા મારવા પડ્યા

Ahmedabad Samay

ગુજરાત એટીએસએ પાર પાડ્યું મોટું ઓપરેશન, આતંકી સંગઠન ISIS સાથે જાયેલાલા છે તાર

Ahmedabad Samay

લાયસન્સ વગર ચાલી રહેલી OYO હોટલના રૂમમાં ફાંસીના ફંદા સાથે લટકતો મળ્યો 23 વર્ષીય યુવક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો