September 15, 2026
ગુજરાત

હવામાન વિશ્લેષક જણાવ્યા અનુસાર, ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની આગાહી, કાલે શાળાઓમા રજા

હવામાન વિશ્લેષક જણાવ્યા અનુસાર, ૩૧ જુલાઈથી ૨ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના છે. હાલમાં વિદર્ભના બ્રહ્માપુરી નજીક સ્થિત ડિપ્રેશન સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ ઇન્દોર તરફ આગળ વધશે અને નબળી પડશે. ત્યારબાદ આ સિસ્ટમ વધુ નબળી પડીને દાહોદ નજીક લો પ્રેશર એરિયામાં ફેરવાશે અને ઉત્તર તરફ આગળ વધશે. સિસ્ટમ બહુ મજબૂત ન હોવાથી અને પૃષ્ઠભૂમિના પરિબળોને કારણે તે સમગ્ર ગુજરાતને આવરી લેશે નહીં તેમજ અસાધારણ ભારે વરસાદ નહીં પાડે.

આ વરસાદી સિસ્ટમના પ્રભાવ હેઠળ શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાથી શનિવાર સુધી રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, બોટાદ અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ૨૦૦ થી ૪૦૦ મીમી સુધીનો વરસાદ ખાબકી શકે છે, જેના કારણે શનિવારે ફરીથી પૂરની સ્થિતિ અને ભારે મુશ્કેલીઓ સર્જાવાની શક્યતા છે.

બીજી તરફ, વલસાડ, સુરત, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ઉત્તર રાજકોટ અને દાહોદ માટે મધ્યમથી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની આશંકા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ૧૫૦ થી ૨૫૦ મીમી સુધીનો સરેરાશ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગયા અઠવાડિયાના પૂરના પાણી હજુ પૂરા ઓસર્યા ન હોવાથી સ્થાનિક સ્તરે જળબંબાકાર અને વાહનવ્યવહાર ખોરવાવાની ભીતિ છે.

સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો અને કચ્છમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમથી છૂટોછવાયો ભારે વરસાદ જોવા મળશે. રવિવાર સુધીમાં આ સિસ્ટમના અવશેષરૂપ લો પ્રેશર જોધપુર અને તેને સંલગ્ન દક્ષિણ રાજસ્થાન તરફ ફંટાઈ જશે, જેના કાર

Related posts

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

અમદાવાદ શહેરના મેયર તરીકે હિતેશ બારોટના નામની સત્તાવાર જાહેરાત,હિતેશ બારોટ સરકારી બંગલો અને ગાડી નહીં વાપરે

Ahmedabad Samay

અમદાવાદ: AMCએ 10 માંથી 3 બિડર્સને શોર્ટલિસ્ટ કર્યા જેમણે સમાન રકમની બોલી લગાવી

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

બાળકના દફતરનું વજન બાળકના વજન કરતા ૧૦મા ભાગનું રાખવાનો આદેશ કરાયો

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો