રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસુ ખૂબ જ સારું રહ્યું છે. આ વર્ષે સારું ચોમાસુ રહેતા મગફળીની તોતિંગ વાવણી થઈ છે. અવશ્ય આ વર્ષે અમુક જગ્યા વધુ વરસાદ રહેતા મગફળીનો પાક ધોવાઈ જવાની બીક હતી. પરંતુ તેનાથી ઉલટું આ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં મગફળીનું ૧૨ લાખ હેકટરથી વધુ વાવેતર થયું છે જેમાંથી ૨ લાખ હેક્ટરથી વધુ તો ખાલી રાજકોટમાં જ વાવેતર થયું છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ સામાન્ય કરતાં વધુ વરસાદ પડતા મગફળીના પાકમાં ધોવાણ થવાની ભીતિ ઊભી થઈ છે. આ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે પરંતુ કૃષિ વિભાગ દ્વારા ચોંકાવનાર આંકડા આપવામાં આવ્યા છે જે પ્રમાણે સમાગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીનું ૧૨.૫૩ લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાંથી ખાલી રાજકોટમાં જ ૨ લાખ ૨૬ હજાર ૧૦૦ હેક્ટર વાવેતર મગફળીનું થયું છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના વાવેતરમાં સૌથી વધુ છે. આમ સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક મગફળીનું વાવેતર થયું છે.