September 24, 2026
ગુજરાત

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

સુરતમાં મંત્રી કુમારા કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બબાલ બાદ સુનિતા યાદવે રાજીનામું આપી દીધું હતું.

લોકો સુધી આ વાત પહોંચતા સુનિતાને સોશિયલ મીડિયા પર ફુલ સપોર્ટ મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળ પણ કોન્સ્ટેબલ સુનિતા યાદવના સમર્થનમાં આવ્યું છે. મેઘાણીનગર ખાતે ગુજરાત વાલી એકતા મંડળે સુનિતા યાદવના સમર્થનમાં પ્લેકાર્ડ બતાવીને દેખાવો કર્યાે હતો. આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ થઈ હતી. મોડીરાત્રે કરફ્યુ ભંગ કરવા બદલ સુનિતાએ પાંચ લોકોને અટકાવ્યા હતા. જોકે, બાદમાં પ્રકાશ કાનાણી ત્યાં પહોંચતા સુનિતાએ તેેને સવાલો કર્યા હતા. આ દરમિયાન બન્ને વચ્ચે બબાલ થઈ હતી.
આ ઘટનાનો ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણીએ સુનિતા યાદવને 365 દિવસ ફરજ માટે ઊભી રાખવાની ચીમકી આપી હતી. સુનિતા સાચી હોવા છતા અધિકારીઓએ પક્ષ ન લેતા તેને રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી સુનિતા યાદવને સોશિયલ મીડિયામાં ફુલ સપોર્ટ મળી રહ્યો છે. આજે પણ ટ્વિટર પર #i_support_sunita_yadav ટ્રેડિંગમાં છે. અત્યાર સુધી ૩૨ હજાર કરતા પણ ટ્વિટ થઈ ચૂક્યા છે. આટલું જ નહીં, પૂર્વ IPS DG વણઝારાએ પણ ટ્વિટ કરીને સુનિતા યાદવને સપોર્ટ કર્યાે છે.

Related posts

મરાઠી સમાજના પંદિરકર મહારાજના નિવાસસ્થાને સમાજ અને પરિવાર સાથે મળી જન્માષ્ટમી ઉજવાઇ

Ahmedabad Samay

જી.સી.એસ. હોસ્પિટલમાં નાકના જવલ્લેજ જોવા મળતા કેન્સરના દર્દી ની સફળ સર્જરી કરવામાં આવી,નવું નાક બનાવી લગાવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

નરોડા વિસ્તાર ખાતે રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોવાના કારણે કોંગ્રેસ સમિતિ દ્વારા નરોડા ગેલેક્સી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો