July 31, 2026
અપરાધદેશ

જંતર મંતર પર મોદી પર ટીકા કરનાર ૨૫ વર્ષીય રુચિકા સિંહ નામની યુવતી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી

રાજધાની દિલ્હીના જંતર મંતર ખાતે NEET-UG પરીક્ષા વિવાદ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અત્યંત અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એક યુવતીને ભારે પડી ગયો છે. નોઈડા પોલીસે આ મામલે ૨૫ વર્ષીય રુચિકા સિંહ નામની યુવતી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

સોશિયલ મીડિયા પર વાંધાજનક ટિપ્પણીઓનો વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં તેની આકરી ટીકા થઈ રહી હતી, જેના પગલે આ કાનૂની પગલું ભરવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના વકીલે નોંધાવી ફરિયાદ
પોલીસના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ અને ગાઝિયાબાદના વસુંધરા વિસ્તારમાં રહેતા સ્મૃતિ સિંહ દ્વારા આ અંગે નોઈડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૨૩ જુલાઈના રોજ તેમને એક વિડીયો મળ્યો હતો, જેમાં રુચિકા સિંહ વડાપ્રધાન જેવા દેશના સર્વોચ્ચ બંધારણીય પદની ગરિમાને નુકસાન પહોંચાડે તેવી અને જાહેર શાંતિ ભંગ કરે તેવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતી સ્પષ્ટ દેખાતી હતી.

BNS ની વિવિધ કલમો હેઠળ કેસ દર્જ; તપાસ દિલ્હી ટ્રાન્સફર
નોઈડા પોલીસે ફરિયાદના આધારે સેક્ટર ૧૬૮ સ્થિત ‘લોટસ ઝિંગ સોસાયટી’ની રહેવાસી રુચિકા સિંહ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૫૨, ૩૫૩(૧) અને ૩૫૬(૧) હેઠળ ‘ઝીરો FIR’ નોંધાઈ છે. ઘટનાસ્થળ દિલ્હીના જંતર મંતરનું હોવાથી કેસની આગળની વિગતવાર તપાસ દિલ્હી પોલીસને સોંપવામાં આવી છે.

આરોપી યુવતી પરિવાર સાથે ફરાર:

પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી રુચિકા સિંહ મૂળ ફરીદાબાદના ઉંચાગાંવની વતની છે અને બ્યુટી પાર્લર ચલાવે છે. તેણે આ વર્ષની શરૂઆતમાં જ નોઈડામાં ફ્લેટ ખરીદ્યો હતો. જોકે, કાનૂની શિકંજો કસાતાં જ રુચિકા અને તેનો સમગ્ર પરિવાર ઘર છોડીને ફરાર થઈ ગયો છે, જેમને શોધવા પોલીસે ચક્રગતિમાન કર્યા છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાની વ્યાપક ટીકા થઈ રહી છે. ઘણા લોકોએ તેના વર્તન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે, તો કેટલાક લોકોએ આ ઘટનાને ‘જનરેશન ઝેડ’ (Gen Z) ના એક વર્ગની વિચારસરણીનું નકારાત્મક પ્રતિક ગણાવ્યું છે.

Related posts

વેબ સિરીઝ તાંડવ રિલીઝ થતા જ વિવાદમાં

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

ટૂર પેકેજની લોભામણી જાહેરાત આપી શિક્ષક અને તેના વેપારી મિત્ર સાથે 1.70 લાખની છેતરપિંડી

Ahmedabad Samay

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

કોરોના ની પહેલી લહેરમાં PM નરેન્દ્રભાઇ મોદી નાયક સાબિત થયા તો બીજી લહેરમાં ખલનાયક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો