February 8, 2025
અપરાધ

અમદાવાદ- તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 3 ઓગષ્ટના રોજ થશે સુનાવણી

તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીનને લઈને 3 ઓગષ્ટના રોજ કોર્ટમાં સુનાવણી થશે. આજે આ સુનાવણી થવાની હતી પરંતુ સરકારે એફિડેવિટ ફાઈલ કરી નહોતી. જેથી આ મામલે સુનાવણી હવે 5 દિવસ બાદ હાથ ધરવામાં આવશે.

તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.  20 જુલાઈએ રાત્રે તથ્યનો અકસ્માત થતા પ્રજ્ઞેશ પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા અને લોકોને ધમકાવીને તથ્યને ત્યાંથી લઈ ગયા હતા.

ત્યાર બાદ પોલીસે લોકોને ધમકાવવા મામલે તેમના પર કેસ કર્યો હતો, અગાઉ તથ્યના રીમાન્ડ પોલીસ દ્વારા માગવામાં આવ્યા હતા પરંતુ પ્રજ્ઞેશ પટેલના રીમાન્ડ માગવામાં ન આવતા તેને જ્યુડીસિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યાર બાદ જામીન માટે અરજી વકીલ મારફતે પ્રજ્ઞેશ પટેલે કરી હતી. જો કે, આજે રાજ્ય સરકાર તરફથી એફીડેવિટ ફાઈલ કરવામાં ન આવી હોવાથી આજે સુનાવણી થઈ શકી નહોતી. જેથી હવે જામીન મામલે સુનાવણી ટળતા 3 ઓગષ્ટના રોજ થશે.

તથ્ય પટેલ મામલે પોલીસે ચાર્જસીટ ફાઈલ કરી દીધી છે. ગઈકાલે જ આ ચાર્જસીટ ફાઈલ કરવામાં આવી છે. ત્યારે તથ્ય મામલે આગામી સમયમાં ઝડપી સુનાવણી થશે. જો કે, એ પહેલા તેના પિતાએ જામીન અરજી કરી હતી. જેથી આ મામલે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલે પણ જેલમાં જ રહેવું પડશે.

Related posts

મેઘાણીનગરમાં આવેલ ભગવતી વિદ્યાલય ફરી આવી વિવાદમાં

Ahmedabad Samay

પ્લાસ્ટિકની ટાંકીમાં એક મહિલાની કોવાઈ ગયેલી લાશની ઘટનાનો ભેદ ઉકેલાયો.

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

વડોદરા: નશામાં ધૂત કારચાલકે પાર્ક કરેલી બે બાઇકને ટક્કર મારી, લોકોને પકડી બરોબરનો મેથીપાક ચખાડ્યો

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

અમદાવાદ: તિસ્તા સેતલવાડ કેસ: આરોપીઓ હાજર ન રહેતા કોર્ટે જારી કર્યું ફરમાન, 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ!

admin

એક ટિપ્પણી મૂકો