ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે દિલ્હીમાં ર૬ જાન્યુઆરી, ર૦ર૧ના દિવસે થનાર ગણતંત્ર દિવસમાં પરેડમાં આ વખતે અયોધ્યાની ઝાંખી ખાસ પ્રકારે તૈયાર કરાઇ રહી છે. આ ઝાંખીમાં શ્રી રામ મંદિરનું મોડલ પ્રદર્શિત કરવામાં આવશે. ”અયોધ્યા” ઉત્તર પ્રદેશની સાંસ્કૃતિક ધરોહર શીર્ષકથી પ્રસ્તાવિત આ ઝાંખીમાં પ્રભુ શ્રી રામની ભૂમિ પર બની રહેલ મંદિર સહિત ત્યાંની સંસ્કૃતિ, પરંપરા, કલા અને વિભીન્ન દેશો સાથે અયોધ્યા અને પ્રભુ રામના સંબંધોનું ચિત્રણ પણ કરવામાં આવશે. રામ લીલાની સાથે જ મૃદંગ સમ્રાટના નામે પ્રસિધ્ધ એવા પાગલદાસનું જીવન ચરિત્ર પણ ઝાંખીમાં જોવા મળશે.