September 8, 2026
ગુજરાત

બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક યોજાઈ

બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શના ચંદુભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસ, વહીવટી કામગીરી તેમજ વિદ્યાર્થીઓના હિત સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

યુનિવર્સિટીમાં શિક્ષણની ગુણવત્તામાં વધુ સુધારો થાય, શૈક્ષણિક માળખું મજબૂત બને તેમજ વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ અને તકો મળી રહે તે અંગે વિવિધ સૂચનો અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ યુનિવર્સિટીની વહીવટી કામગીરીને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા અંગે પણ વિચારવિમર્શ થયો હતો.

આ બેઠકમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને હિતને કેન્દ્રસ્થાને રાખીને યુનિવર્સિટીના આગામી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું, અત્યંત ભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી

Ahmedabad Samay

હવામાન વિભાગની આગાહી અનુસાર ભર ઉનાળે માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો