નવરાત્રીનો પર્વ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે તેવામાં ઉદય ઓટોલિંક, એસપી રિંગ રોડ ની પાછળ આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ કઠવાડા ખાતે નવરાત્રિ નુ સુંદર મજા નુ આયોજન કરવામાં આવ્યું છે,
ખૂબ સુંદર રીતે શણગાર કરી માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને એલઇડી લાઇટની સિરીઝનું સુંદર મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે,માતાજી ના ગરબા માં નાના બાળકો સાથે ભાઈઓ અને બહેનો ઝૂમી ને ગરબા નો આનંદ ઉઠાવી રહ્યા છે અને નવરાત્રીના નવે નવ દિવસ જુદો જુદો નાસ્તો પણ રાખવામાં આવે છે,
દર વર્ષે સોસાયટી ના રહીશો વડે આવી જ રીતે હળી મળીને એકતાનો પ્રતીક દાખવી હર્ષોલ્લાસ થી નવરાત્રિ ના તહેવાર ની ઉજવણી કરવામાં આવે છે.