અમદાવાદમાં ગઈકાલ સાંજથી વરસાદ વરસતા મોડી રાત સુધીમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા હતા. સૌથી વધુ વરસાદ બોપલમાં 7 ઈંચ પડયો હતો આ ઉપરાંત બોડકદેવ, સરખેજ સહીતના વિસ્તારોમાં પણ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારે આજે વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગઈકાલે ખાબકેલા વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. આ પાણી હજૂ પણ કેટલાક વિસ્તારોમાં ઓસર્યા નથી. ત્યારે વધુ વરસાદ પડતા લોકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આ વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો
બોપલ – 7 ઈંચ
કોતરપુર – 6.25 ઈંચ
જોધપુર – 6 ઈંચ
મક્તમપુરા – 6 ઈંચ
બોડકદેવ – 6 ઈંચ
કઠવાડા – 5.65 ઈંચ
ગોતા – 5.50 ઈંચ
ચાંદખેડા – 5 ઈંચ
મણિનગર – 5 ઈંચ
ઉષ્માનપુરા – 5 ઈંચ
રાણીપ – 5 ઈંચ
મોટાભાગના વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. શહેરના અંડર પાસમાં પણ પાણી ભરાયા હતા. ત્યારે આ સ્થિતિ વચ્ચે વાસણા બેરેજના પણ 12 દરવાજા ખોલવામાં પડ્યા હતા. દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરતા નદીની સપાટી 128 ફૂટ કરવી પડી હતી.