September 11, 2026
અપરાધગુજરાત

નવસારી ACB ટ્રેપઃ રૂ.40 હજારની લાંચ લેતા મદદનીશ ઇજનેર ઝડપાયો, નાયબ કાર્યપાલક ઇજનેર સામે પણ કાર્યવાહી

નવસારી ACB ટ્રેપઃ રૂ.40 હજારની લાંચ લેતા મદદનીશ ઇજનેર ઝડપાયો, નાયબ કાર્યપાલક ઇજનેર સામે પણ કાર્યવાહી

નવસારી/સુરત: સરકારી કામના બિલની ચુકવણી મંજૂર કરવાની કાર્યવાહી માટે લાંચ માંગવાના આક્ષેપમાં સુરત શહેર એ.સી.બીએ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના બે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. એ.સી.બી.ના છટકા દરમિયાન રૂ.40 હજારની લાંચ સ્વીકારતા મદદનીશ ઇજનેર સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ તપાસમાં નાયબ કાર્યપાલક ઇજનેરની પણ સંડોવણી સામે આવતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું એ.સી.બી.ની વિગતોમાં જણાવાયું છે.

ફરિયાદી જાગૃત નાગરિકે સરકારી ટેન્ડર આધારે કંમ્પાઉન્ડ દીવાલનું બાંધકામ કર્યું હતું. આ દીવાલના બિલના નાણાં મંજૂર કરવાની કાર્યવાહી કરવા બદલ આરોપીઓ દ્વારા રૂ.50 હજારની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. રકઝક બાદ લાંચની રકમ રૂ.40 હજાર નક્કી થઈ હતી.

લાંચ આપવી ન હોવાથી ફરિયાદીએ સુરત શહેર એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે છટકાનું આયોજન કર્યું હતું.

છટકા દરમિયાન નયન રાજાભાઇ બલદાણિયા, મદદનીશ ઇજનેર (કરાર આધારિત), પેટા વિભાગીય કચેરી, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, નવસારી, ફરિયાદી પાસેથી રૂ.40 હજારની લાંચની માંગણી કરી સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયા હતા. એ.સી.બી.એ લાંચની રૂ.40 હજારની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી.

તપાસ દરમિયાન બ્રિજેશભાઇ રમેશભાઇ ગોંડલીયા, નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-2, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ, નવસારી, પણ આરોપી તરીકે સામે આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું એ.સી.બી.એ જણાવ્યું છે.

સુરતમાં બન્યો લાંચનો છટકો

આ સમગ્ર કાર્યવાહી 10 સપ્ટેમ્બર, 2026ના રોજ સુરત ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઇજનેરની કચેરી આવેલી શેરીમાં, નર્મદનગર સોસાયટીના મકાન નં.33 સામે કરવામાં આવી હતી.

સમગ્ર ટ્રેપની કાર્યવાહી સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. ધડુક તથા તેમની ટીમે હાથ ધરી હતી. મામલે આગળની તપાસ ચાલી રહી છે.

Related posts

અંતિકા મરીન્ટાઇમ એકેડમી દ્વારા મર્ચન્ટ નેવીમાં બનાવો ઉજ્જવળ ભવિષ્ય

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય તબાહી મચાવવા માટે તૈયાર

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો